કાર્યવાહી:રક્ષાબંધને રાંદેરના 9 સહિત 47 જુગારી જુગાર રમતાં ઝડપાયા, 7 પોલીસ સ્ટેશનની હદમાંથી 3.76 લાખનો જુગાર જપ્ત

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જન્માષ્ટમી બાદ હવે રક્ષાબંધન પર જુગાર રમવાનો ટ્રેન્ડ

અત્યાર સુધી જુગારીઓ જન્માષ્ટમીનાં દિવસે ખાસ જુગાર રમતા હતા. જો કે હવે રક્ષાબંધન દિવસે પણ જુગારીઓ જુગાર રમતા જોવા મળ્યા છે. રક્ષાબંધનના દિવસે શહેરમાં 7 પોલીસ સ્ટેશનોની હદમાં જુગાર રમતા 47 જુગારીઓ 3.67 લાખની રોકડ સાથે પકડાયા છે. રક્ષાબંધનના તહેવાર પર શહેરભરમાંથી ઝડપાયેલા જુગારીઓમાં વરાછાના પરિમલ સોસાયટીમાં 22મી તારીખે સાંજે જુગાર રમતા 7 જુગારીઓને 30,740ની રોકડ અને મોબાઇલ સાથે પકડી પડાયા હતા.

તેવી જ રીતે કતારગામ નંદુડોશીની વાડી પાસે શ્રીકાંત એસ્ટેટમાં 6 જુગારીઓને રોકડ અને મોબાઇલ સહિત 1.29 લાખની મતા સાથે ઝડપી પડાયા તથા ચોકબજાર ભરીમાતા રોડ પર રામેશ્વર ઈન્ડસ્ટ્રીયલમાંથી 4 જુગારીઓ 1.08 લાખની રોકડ સાથે પકડાયા હતા. કાપોદ્રા બુટ ભવાની રોડ સહજાનંદ સોસાયટીના બીજા માળે 5 જુગારીઓ રૂપિયા 27,640, ઉધના મફતનગરમાંથી 6 જુગારીઓ રૂપિયા 13,650, મહિધરપુરા ગોલવાડમાંથી 4 જુગારીઓ રૂપિયા 12,920, રાંદેર પ્રશાંત સોસાયટીમાંથી 6 જુગારીઓ રૂપિયા 23,920 તથા રાંદેર તાડવાડી પાલિકાના આવાસમાં 9 જુગારીઓ રૂપિયા 21,300ના રોકડ જુગાર સાથે ઝડપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...