બેંકના કરોડોનાં નાણાં બાકી હોવાના કારણે શહેરના જાણીતા રાજહંસ ગ્રીન ગ્રુપના માલિક સંજય મોવલિયાની મિલકત ટાંચમાં લેવાના જિલ્લા કલેકટરના આદેશને એક જ દિવસમાં રાજહંસ ગ્રુપ ગ્રીન દ્વારા બેકના નાણા ભરી દેવામાં આવતા મિલકત જપ્તીનો આદેશ સ્થગિત કરવામાં આવ્યો છે.
શહેરના બિલ્ડર રાજહંસ ગ્રીન ગૃપના સંજય મોવલિયા સામે સીબીઆઇમાં બેંકનાં નાણાં બાકી હોવાની અને ઉચાપત અંગેની ફરિયાદ કરવામાં આવી હતી. સીબીઆઇ દ્વારા આ અંગે તપાસ કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રાજહંસ ગ્રુપ ગ્રીન દ્વારા ધંધાર્થે બેંક ઓફ બરોડામાંથી મોટી લોન લેવામાં આવી હતી. જાન્યુઆરી 2020માં તેમનું ખાતું એનપી જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુનિયન બંેક ઓફ ઇન્ડિયા, સાઉથ ઇન્ડિયન બેંક અને બેંક ઓફ ઇન્ડિયામાંથી તેમના દ્વારા લોન લેવામાં આવી હતી.
કલેકટરે રાજહંસ ગ્રીન ગ્રુપની મિલકતો ટાંચમાં લઇને બેંકના નાણાં ચૂકવી આપવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. કલેકટર દ્વારા તેમના એમ્યુઝમેન્ટ પાર્કને સીલ કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે, સંજય મોવલિયા દ્વારા બેંકોના 170 કરોડ ચૂકવી દઈને એનઓસી આપતા તેમની મિલકત ટાંચમાં લેવાનો હુકમ હાલમાં સ્થગિત કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.