બસમાં ભયાનક આગ:સુરતના હીરાબાગ સર્કલ પાસે રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરી ભડભડ સળગી; એક મહિલાનું મોત, એકની હાલત ગંભીર

સુરત10 મહિનો પહેલા
  • AC કમ્પ્રેસર ફાટવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું
  • મેયરે દાઝેલા મુસાફરોની સ્મીમેર હોસ્પિટલમાં મુલાકાત લીધી
  • દાઝેલા મુસાફરોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં

સુરતના વરાછા વિસ્તારમાં હીરાબાગ સર્કલ પાસે રાજધાની ટ્રાવેલ્સની બસમાં એકાએક આગ લાગવાની ઘટના બની છે. જેમાં એક મહિલા મુસાફર બળીને ભડથું થઈ ગઈ છે. જ્યારે અન્ય મુસાફરો દાઝી ગયા છે. હાલ દાઝેલા મુસાફરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

બસમાં સવાર એક મહિલા મુસાફર બળીને ભડથું થઈ ગઈ હતી
બસમાં સવાર એક મહિલા મુસાફર બળીને ભડથું થઈ ગઈ હતી

બસમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. એકાએક લાગેલી આગને કારણે આસપાસના લોકો પણ મુસાફરોને બચાવવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે બસમાં સવાર મુસાફરોએ પણ પોતાના જીવ બચાવવા માટે બુમરાણ મચાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ફાયરવિભાગની મહેનતને કારણે થોડા સમયમાં જ આગ કાબૂમાં આવી ગઈ હતી.

બસનું AC કમ્પ્રેસર ફાટતા સમગ્ર બસ સળગી ઊઠી હતી
બસનું AC કમ્પ્રેસર ફાટતા સમગ્ર બસ સળગી ઊઠી હતી

આ ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ACનું કમ્પ્રેસર બ્લાસ્ટ થવાથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. બસમાંથી બે વ્યક્તિને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, સુરતનો હીરાબાગ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે. ત્યારે ખાનગી બસમાં આગ લાગવાની ઘટનાથી લોકો ઉમટી પડ્યાં હતા અને રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. રાજધાની ટ્રાવેલ્સ સ્લીપર કોચ બસમાં લાગી આગ લાગી હતી.

ઘટનાસ્થળે ફાયરવિભાગની ટીમ પહોંચી
ઘટનાસ્થળે ફાયરવિભાગની ટીમ પહોંચી

આગ લાગવાની ઘટના સમયે બસમાં કુલ 15 મુસાફરો સવાર હતા અને બસ સુરતથી ભાવનગર તરફ જઈ રહી હતી. સુરતના મેયર હિમાલી બોઘાવાલાએ સ્મીમેર હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્ત સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત સુરતના સાંસદ દર્શના જરદોશે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતી ફેસબુક પોસ્ટ મૂકી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

સુરતના મેયર હિમાલી બોઘાવાલાએ સ્મીમેર હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્ત સાથે મુલાકાત કરી
સુરતના મેયર હિમાલી બોઘાવાલાએ સ્મીમેર હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્ત સાથે મુલાકાત કરી
સાંસદ દર્શના જરદોશે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
સાંસદ દર્શના જરદોશે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
અન્ય સમાચારો પણ છે...