કોરોના ઇફેક્ટ:રાજસ્થાન પરિષદે આર્સેનિક આલ્બમ-30 નામની દવાનું નિઃશુલ્ક વિતરણ કર્યુ

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાન પરિષદ દ્વારા કોરોનાથી બચવા માટે હોમિયોપેથિક દવાનું વિનામૂલ્યે વિતરણ કરાઈ રહ્યું છે. આ અંગે પરિષદના રાજેન્દ્રભાઈ સુરાણાએ જણાવ્યું હતું કે સગરામપુરા સ્થિત હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 8 હજાર કરતા વધુ લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવા હોમિયોપેથીની દવાનું વિતરણ કરાયું છે. આર્સેનિક આલ્બમ-30 નામની આ દવાનું 31 મે સુધી નિઃશુલ્ક વિતરણ કરાશે. આ માટે હોસ્પિટલમાં સવારે 10થી બપોરે 2 કલાક સુધી દવા વિતરણ કરાતી રહેશે. છેલ્લાં કેટલાક વર્ષોથી હોસ્પિટલ દ્વારા નજીવા દરે સારવાર કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...