• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Raj Shekhawat Of Karni Sena In Surat Said, "We Will Support The Party Which Will Give Ticket To Our Society In The Assembly."

રાજપૂતોની માગ:સુરતમાં કરણી સેનાના રાજ શેખાવતે કહ્યું- 'વિધાનસભામાં જે પક્ષ અમારા સમાજને ટીકિટ આપશે તેને સમર્થન આપીશું'

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રભુત્વવાળી બેઠકો રાજપૂતોને આપવા માટે માગ કરાઈ - Divya Bhaskar
પ્રભુત્વવાળી બેઠકો રાજપૂતોને આપવા માટે માગ કરાઈ
  • રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા યાત્રાનું આયોજન કરાયું
  • ગુજરાતમાં 20 ટકા બેઠકો ઉપર ક્ષત્રિયોનું પ્રભુત્વ : રાજ શેખાવત

આગામી વિધાનસભાની તૈયારીમાં તમામ રાજકીય પક્ષો જોતરાઈ ગયા છે. ત્યારે રાજકિય લાભ લેવા માટે સમાજના આગેવાનોએ પણ મેદાનમાં ઉતરી પડ્યા છે. પોતાના સમાજને વધારેમાં વધારે રાજકીય પ્રભુત્વ મળે તે દિશામાં માંગણી થવાની શરૂ થઈ ગઈ છે.રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાઅધ્યક્ષ રાજ શેખાવતે મીડિયાને સંબોધન કરતા તેમણે કહ્યું કે, રાજકીય પાર્ટી રાજપૂત સમાજ સામે અન્યાય કરી રહી છે. આવનારા સમયમાં ક્ષત્રિય એકતા મહારેલીના માધ્યમથી સમાજને એક કરવાનું કામ કરી રહ્યાં હોવાની વાત કરી હતી.

રજવાડું પરત જોઈએ છે-શેખાવત
2022માં વિધાનસભાની ચૂંટણીમાં 25થી 30 ટકા ટીકિટની માગ કરવામાં આવી છે. રાજકીય પાર્ટી ટીકિટ નહીં આપે તો અમે અમારા ઉમેદવારને વિપક્ષમાં લડવાની તૈયારી બતાવી. અમારે અમારું રજવાડું પરત જોઈએ છે. અમે કોઇ પાર્ટીને મહત્ત્વ નથી આપતા.ભાજપ, કોંગ્રેસ , આપ કે NCP જે પાર્ટી અમને ટીકિટ આપશે તે પાર્ટીને અમે જીતાડીશું.

સમાજ એ જ પક્ષને સાથ આપશે જે પક્ષ આગેવાનોને ટીકિટ આપશે-રાષ્ટ્રીય અધ્યક્ષ
સમાજ એ જ પક્ષને સાથ આપશે જે પક્ષ આગેવાનોને ટીકિટ આપશે-રાષ્ટ્રીય અધ્યક્ષ

દબાણ ઊભું કરવા પ્રયાસ
રાજકિય રીતે દબાણ ઊભું કરવા માટે સમાજના અગ્રણીઓ આ રીતે ચૂંટણી સમયે પોતાના સમાજના ઉમેદવારો બને તેવા પ્રયાસો શરૂ કરવામાં આવે છે. રાજપૂત સમાજ સહિત અલગ અલગ સમાજ દ્વારા દર વખતે ચૂંટણી ટાણે માગણી કરવામાં આવતી હોય છે. રાજકીય પક્ષો પર દબાણ પણ લાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. ક્ષત્રિય સમાજની માંગણી પૂર્ણ થાય છે કે, કેમ પરંતુ વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો પણ પોતાને નુકસાન થાય તેવા નિર્ણય લેતા નથી. જો કે સમાજ અને તેના મતદારોની સંખ્યા ના આધારે ઉમેદવારોની પસંદગી થવાના કિસ્સાઓ ખૂબ મોટા પ્રમાણમાં સામે આવતા હોય છે. તેને કારણે જ વિવિધ સમાજ દ્વારા વિધાનસભા ચૂંટણીમાં અનેક માંગણીઓ સામે આવતી રહેશે.