મેઘ મહેર:સુરતમાં વરસાદી માહોલ, 3.5 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં ફરી વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. - Divya Bhaskar
શહેરમાં ફરી વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
  • ધીમી ધારે વરસાદ વરસતા ઘણી જગ્યા ઝાડ પડવાના બનાવ સામે આવ્યાં

હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. ગત મોડિરાત્રિથી વરસાદ વરસવાનું શરૂ થયું છે. જેમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેથી શહેરમાં 3.5 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ધીમી ધારે વરસતા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. બીજી તરફ વૃક્ષો પડવાના બનાવો પણ સામે આવ્યાં છે.

શહેરમાં રાત્રિથી વરસતા વરસાદને લઈને બાઈકચાલકોએ રેઈનકોટ પહેરીને નીકળવાની ફરજ પડી હતી.
શહેરમાં રાત્રિથી વરસતા વરસાદને લઈને બાઈકચાલકોએ રેઈનકોટ પહેરીને નીકળવાની ફરજ પડી હતી.

મોડિરાતથી વરસાદ
શહેરમાં મોડિરાતથી વરસાદ વરસવાનું શરૂ થયું હતું.શહેરના અડાજણ,કતારગામ,રાંદેર,વરાછા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેથી જનજીવનને પણ અસર થઈ રહી છે.
નીચાણવાળા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા ઉદભવી છે. લોકોએ પાણી ભરાતા કાયમી ઉકેલની માંગ કરી રહ્યાં છે.

શહેરમાં વરસાદના પગલે ઝાડ પડવાના બનાવો પણ સામે આવ્યાં હતાં.
શહેરમાં વરસાદના પગલે ઝાડ પડવાના બનાવો પણ સામે આવ્યાં હતાં.

ઝાડ પડ્યાં
શહેરમાં ધીમી ધારે વરસાદ વરસતો હોવા છતાં ઝાડ પડવાના બનાવો બન્યા હોવાના કોલ ફાયરબ્રિગેડને મળ્યાં છે. ફાયરબ્રિગેડને મોટા ઝાડ પડવાની સાથે સાથે ઝાડની ડાળીઓ પડી હોવાના
કોલ પણ મળ્યા છે. વેસુ વિસ્તારમાં આવેલી સેન્ટ થોમસ સ્કૂલની સામે આવેલા બીઆટીએસ બસ સ્ટેન્ડ નજીક ઝાડની મોટી ડાળી તૂટતા થોડા સમય માટે રસ્તો બંધ થઈ ગયો હતો. સાથે જ
કેબલના વાયર પણ કપાયા હોવાના કોલ ફાયરને મળ્યાં હતાં.

વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી.
વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી.

ઝોનવાઈઝ પડેલો વરસાદ
સેન્ટ્રલ ઝોન 45 એમએમ
વરાછા એ 81 એમએમ
વરાછા બી 87 એમએમ
રાંદેર 30 એમએમ
કતારગામ 53 એમએમ
ઉધના 62 એમએમ
લિંબાયત 71 એમએમ