વાતાવરણમાં પલટો:સુરતમાં વરસાદી માહોલ જામ્યો, રીંગરોડ, પિપલોદ, અડાજણ, પાલ, વેસુ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ શરૂ

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં વહેલી સવારથી જ આકાશ કાળાઓથી ઘેરાયેલું રહ્યું છૂટોછવાયો વરસાદ શરૂ થયો. - Divya Bhaskar
સુરતમાં વહેલી સવારથી જ આકાશ કાળાઓથી ઘેરાયેલું રહ્યું છૂટોછવાયો વરસાદ શરૂ થયો.

સુરતમાં છેલ્લા બે દિવસથી અસહ્ય ઉકળાટ થતા સુરતીઓ ખૂબ ત્રસ્ત થઈ ગયા હતા. જોકે આજે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો દેખાયા હતા. શહેરમાં છૂટો છવાયો વરસાદ શરૂ થયો છે. જેને કારણે વાતાવરણ આહલાદક બન્યું છે.

ઉકળાટથી સુરતીઓ પરેશાન
વરસાદે છેલ્લા ઘણા દિવસોથી વિરામ લીધો હતો. જેને કારણે ભારે ઉકળાટ થઈ રહ્યો હતો. વરસાદ બાદ પણ એક પ્રકારનો ગરમીનો માહોલ હોવાને કારણે રાહત અનુભવી રહ્યા નથી. સતત થતા બફરાને કારણે લોકો ત્રસ્ત થયા હતા. માત્ર બેથી ત્રણ દિવસ વરસાદ ન પડતા ઉનાળા જેવો બફારો સહન કરવાનો વખત આવ્યો હતો.

વરસાદી માહોલ સર્જાયો
સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે .પરંતુ જોઈએ એવો વરસાદ વરસી રહ્યો નથી. સમગ્ર સુરત શહેરમાં થોડા સમય માટે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. જેને કારણે ક્ષણિક ઠંડક પ્રસરી હતી. રીંગરોડ, પિપલોદ, અડાજણ, પાલ ગામ તરફ છૂટો છવાયો વરસાદ થયો હતો. વાદળની ગર્જના સંભળાઈ રહી હતી પરંતુ વરસાદ એટલા પ્રમાણમાં ધોધમાર આવ્યો ન હતો. પરંતુ થોડા વરસાદને કારણે પણ વાતાવરણમાં ગરમીથી રાહત અનુભવાય હતી.

અન્ય સમાચારો પણ છે...