• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Rainy Figures Are Not Updated Even After 4 Quarters With The Rising Level Of Ukai, Which Is Capricious On The Website Of Surat Municipal Corporation.

આંકડા આપવામાં તાગડધિન્ના:સુરત મહાનગર પાલિકાની વેબસાઈટ પર બની મનમોજી, ઉકાઈના વધતા લેવલની સાથે વરસાદી આંકડાઓ 4 ચોઘડીયા બાદ પણ અપડેટ થતા નથી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકા દ્વારા વેબસાઈટ પર દર છ કલાકે આંકડા જાહેર કરવામાં આવે છે. - Divya Bhaskar
પાલિકા દ્વારા વેબસાઈટ પર દર છ કલાકે આંકડા જાહેર કરવામાં આવે છે.
  • ગત વર્ષે દર બે કલાકે અપડેટ થતાં આંકડાઓ આ વર્ષે અપડેટ થતાં અટકી ગયા છે
  • કમિશનરે કહ્યું, વરસાદી આંકડાઓ લોકોને સમયસર મળી રહે તેવા પ્રયાસ કરીશું

સુરત કોર્પોરેશન દ્વારા તમામ વિગતો શહેરીજનોને સચોટ અને સત્તાવાર રીતે મળી રહે તે માટે સુરત કોર્પોરેશનની પોતાની અલાયદી વેબસાઇટ છે. આ વેબસાઈટ પર તમામ આંકડાઓની અપડેટ આપવામાં આવે છે. સાથે જ વરસાદી માહોલમાં દર વર્ષે દર બે કલાકે ઉકાઈ ડેમની સપાટી અને વરસાદના આંકડાઓ અપડેટ કરવામાં આવતાં હોય છે. જો કે, સ્માર્ટ સિટીની દોડમાં અગ્રેસર રહેલા સુરતમાં આ વખતે પાલિકાની વેબસાઈટ પર લોકોને દર બે કલાકે તો શું ચાર ચોઘડીયા વિતે એટલે કે 6 કલાકે અપડેટ થયેલા આંકડાઓ જોવા મળે છે. જેથી સ્થાનિક લોકો ઉકાઈના વધતા લેવલ અને ભય તથા ડેમમાંથી છોડાતા પાણી અંગેની સત્તાવાર માહિતી મેળવવા ભગવાન ભરોસે રહેવાની નોબત આવી છે. ત્યારે આ અંગે પાલિકા કમિશનરે કહ્યું કે, આ બાબતે અમે લોકોને સાચી માહિતી મળી રહે તે માટે વેબસાઈટ અપડેટ કરતાં રહિશું.

કોઝ વેની સપાટી સહિતના આંકડાઓ મોડા જાહેર કરવામાં આવી રહ્યાનું લોકો કહી રહ્યાં છે.
કોઝ વેની સપાટી સહિતના આંકડાઓ મોડા જાહેર કરવામાં આવી રહ્યાનું લોકો કહી રહ્યાં છે.

દર વર્ષે બે કલાકે આંકડા અપડેટ થતાં હતાં
ચોમાસા દરમિયાન કેટલાક દિવસો સતત આવતા વરસાદને કારણે લોકોને તમામ વિગતો જાણવાની તાલાવેલી હોય છે.સોશિયલ મીડિયા ઉપર ઘણી વખત અફવાઓ ફેલાતી હોય છે. એવી અફવાઓમાં લોકો ન દોરાય તેના માટે કોર્પોરેશને સતર્ક થઈને પોતાની વેબસાઇટ પર 2 -2 કલાકે વિગતો આપતી હતી. જો કે આ સિસ્ટમ બંધ કરી દેવામાં આવી હોય તેમ બે કલાકની જગ્યાએ છ કલાકે અપડેટ આપવામાં આવે છે. શહેરમાં બે કલાકમાં વરસાદની સ્થિતિ કેવી છે. તેમજ ઉકાઈ ડેમ ની અંદર જળ સપાટીનું સ્તર કેટલું છે. કેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં કેટલું પાણી છોડી શકાય તેવી શક્યતાઓ છે. આ તમામ બાબતોની ઝીણવટભરી માહિતી સુરતીઓ સુરત કોર્પોરેશનની વેબસાઈટ ઉપરથી મેળવતા હોય છે. પરંતુ ઝડપથી અપડેટ થવાને બદલે 6 - 6 અપડેટ થતું હોય છે અને એ સમયગાળો ખૂબ જ વધારે છે. છ કલાકના સમયગાળા દરમિયાન સ્થિતિમાં ઘણો ખરો બદલાવ પણ થવાની શક્યતાઓ હોય છે.

દર વર્ષે બે કલાકે જાહેર કરતાં આંકડા હવે છ કલાકે જાહેર કરાય છે.
દર વર્ષે બે કલાકે જાહેર કરતાં આંકડા હવે છ કલાકે જાહેર કરાય છે.

પાલિકા કમિશનર સાથે સીધી વાત
દિવ્યભાસ્કરઃકોર્પોરેશનની વેબસાઈટ ઉપર વરસાદ અંગેના આંકડાઓ ખૂબ જ વિલંબ થયો અપડેટ કેમ થાય છે?
બંછાનિધી પાનીઃઅમે સમયસર જે અમારી નિયત કરેલી પદ્ધતિ છે. તે પ્રમાણે આંકડાઓ અપડેટ કરતા હોઈએ છે. સાથે સાથે ઉકાઈ ડેમ અંગેની પણ માહિતી અમે આપીએ છે.

દિવ્યભાસ્કરઃ વેબસાઈટ અપડેટ થાય છે તેનો સમયગાળો ખૂબ જ વધારે છે અને વરસાદી માહોલમાં દર કલાકે સ્થિતિ બદલાતી હોય છે. તો તેના માટે તમે શું વિચારો છો?
બંછાનિધી પાનીઃ તમારી વાત સાચી છે. આવા સમય દરમ્યાન અમે જે રીતે આંકડાઓ અપડેટ કરીએ છે. તેના સમયમાં ફેરફાર કરીને વધુ ઝડપથી વેબસાઈટ ઉપર આંકડાઓ પ્રયાસ કરીશું. જેથી લોકોને તમામ સત્તાવાર માહિતી ઝડપથી પ્રાપ્ત થાય.

અન્ય સમાચારો પણ છે...