તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:​​​​​​​સુરતના પુણા વિસ્તારમાં વરસાદી ઝાપટાથી રસ્તાઓ પર કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાતા લોકો પરેશાન

સુરત3 મહિનો પહેલા
રસ્તા પર વરસાદી ઝાપટાથી કિચડ સર્જાતી હોવાથી લોકોએ ફરિયાદ કરી હતી.
  • ચોમાસુ આવતા પહેલા પુણા રાજ લક્ષ્મી સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય

ચોમાસા અગાઉ પ્રિ મોન્સૂન કામગીરી ન થઈ હોવાથી લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યાં છે. પુણા વિસ્તારમાં લોકો પોતાની ફરિયાદ વારંવાર આપી રહ્યા હોવા છતાં પણ તેનો ઉકેલ આવ્યો નથી. અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. વરસાદી ઝાપટાથી જ રસ્તા ઉપર કાદવ કીચડ જોવા મળી રહ્યો છે. જેને કારણે સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાજ લક્ષ્મી સોસાયટી તરફના રસ્તા ઉપર વરસાદી ઝાપટાના કારણે પાણીનો ભરાવો રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ શરૂ થયો છે.

રસ્તાઓ પર ખાબોચીયા પાણીના ભરાઈ જતા હોવાની ફરિયાદ કરાઈ હતી.
રસ્તાઓ પર ખાબોચીયા પાણીના ભરાઈ જતા હોવાની ફરિયાદ કરાઈ હતી.

ચોમાસા અગાઉ ચિંતા વધી
સ્થાનિકો કહી રહ્યા છે કે, અત્યારે આ પ્રકારની સ્થિતિ ઉભી થઇ રહી છે, તો ચોમાસામાં સ્થિતિ કેટલી વર્ગ વકરી શકે છે. તેને લઈને અત્યારથી જ સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે દર વર્ષે આ વિસ્તારમાં મચ્છર જન્ય રોગોનું પ્રમાણ વધતું હોય છે. વિશેષ કરીને નાના બાળકો અને વડીલોમાં મચ્છર જન્ય રોગોનું પ્રમાણ નોંધનીય રીતે વધી જાય છે. મચ્છરોના ત્રાસના કારણે લોકો અત્યારથી જ કોર્પોરેશનની કામગીરીને લઇને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

સ્થાનિકોએ ફરિયાદ કરી હતી કે, અવારનવાર રજૂઆત કરવા છતા કંઈ થતું નથી.
સ્થાનિકોએ ફરિયાદ કરી હતી કે, અવારનવાર રજૂઆત કરવા છતા કંઈ થતું નથી.

અન્યાય થતો હોવાની લાગણી
રાજ લક્ષ્મી સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ કહ્યું કે, જો અમે પૂરેપૂરો વેરો ભરી રહ્યા છીએ તો અમારી સાથે અન્યાય શા માટે કરવામાં આવી રહ્યો છે.જો અમને પ્રાથમિક સુવિધામા સૌથી પ્રથમ રસ્તાઓ આ પ્રકારના મળતા હોય તો અમે ટેક્સ ભરવાનું બંધ કરી દઈએ.હંસાબેનએ કહ્યું કે, રસ્તા ઉપર ચાલવું પણ દુષ્કર બની જાય છે. વડીલોને ઘરની બહાર નીકળતા મુશ્કેલી થઈ રહી છે. નાના બાળકો પણ રસ્તા ઉપર રમતા હોય ત્યારે પાણીના ખાબોચિયાની આસપાસ રમતી વખતે મચ્છર કરડી જવાથી બીમાર પડી રહ્યા છે. કોઈ નેતા કે અધિકારી અમારી રજૂઆતોને ગંભીરતાથી લઇ રહ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...