તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:કાલથી વરસાદ વધશે: 11 સપ્ટેમ્બર સુધી આગાહી

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ઉઘાડ નિકળતાં પારો 1 ડિગ્રી વધ્યો
  • બંગાળની ખાડીનું લો-પ્રેશર વરસાદ લાવશે

બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેને લઇ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે મંગળવારથી વરસાદની ગતિવિધિ વધવાની શક્યતા જોવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા 7થી 11 સપ્ટેમ્બર દરમ્યાન સુરતમાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. શહેરમાં કેટલાક દિવસથી ઝાપટા બાદ રવિવારે વરસાદે વિરામ લીધો હતો.

જો કે, વરસાદના વિરામ સાથે ગરમીનું પ્રમાણ વધ્યું છે. રવિવારે મહત્તમ તાપમાન 1 ડિગ્રીના વધારા સાથે 32 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 26.2 ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 85 ટકા અને સાંજે 77 ટકા રહ્યું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 8 કિ.મીની ઝડપે પવનો ફૂંકાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરવાસમાં વરસાદની ગતિવિધિ ઓછી થઇ છે. જેથી ઉકાઇ ડેમમાં પાણીની આવક 20643 ક્યુસેક ચાલુ છે. સપાટી 331.90 ફૂટ પહોંચી છે. જ્યારે 6223 ક્યુસેક ડિસ્ચાર્જ છે. હથનુર ડેમની સપાટી 210.830 મીટર અને ડિસ્ચાર્જ 31141 ક્યુસેક છે.

અન્ય સમાચારો પણ છે...