મેઘ મહેર:દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વઘઈમાં 4 ઈંચ ખાબક્યો

સુરત2 વર્ષ પહેલા
ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા
  • 24 કલાકમાં 1 મીમીથી લઈને 4 ઈંચ સુધી વરસાદ નોંધાયો
  • હજુ બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ નોંધાયો છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના વઘઈમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

પાંચ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તમામ 32 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વઘઈમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે નવસારી જિલ્લાના નવસારી, ચીખલી અને જલાલપોરમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના પલસાણા અને વલસાડમાં પણ બે ઈંચથી વધુવરસાદ નોંધાયો છે.

આગામી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી
ગુજરાતના ઉપર સર્જોયલ અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સાથે બંગાલની ખાડી સુધી મોન્સૂન ટ્ર્ફ બની છે. જેથી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. આગામી બે દિવસ સુધી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

તાલુકોવરસાદ(મીમી)
વઘઈ102
વલસાડ56
નવસારી54
પલસાણા53
જલાલપોર51
ચીખલી48
કપરાડા47
સુરત સિટી42
કામરેજ40
વાપી40
માંગરોળ39
ઓલપાડ38
ડોલવણ36
ઉમરપાડા31
ખેરગામ30
પારડી30
માંડવી29
વાલોડ28
મહુવા27
ગણદેવી27
ઉમરગામ27
પારડી25