મેઘ મહેર / દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ડાંગના સુબીરમાં 4 ઈંચ

X

  • દક્ષિણ ગુજરાતમાં 1 મીમીથી લઈને 4 ઈંચ સુધીનો વરસાદ
  • ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 03:02 PM IST

સુરત. દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં સૌથી વધુ 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના જ આહવામાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

નવસારી જિલ્લો કોરોકટ રહ્યો
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારી જિલ્લો કોરોકટ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ડાંગ જિલ્લાના સુબીરમાં 4 ઈંચ અને આહવામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સુરત જિલ્લા બે તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે. તાપી જિલ્લામાં પણ બે તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ જિલ્લાના એક તાલુકામાં જ વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

તાલુકો વરસાદ(મીમી)
સુબીર 94
આહવા 45
વાલોડ 10

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી