• Home
  • Local
  • Gujarat
  • Surat
  • Rainfall in 29 talukas of South Gujarat, maximum 2 inches in Songadh of Tapi and ahwa of dang district

મેઘ મહેર / દક્ષિણ ગુજરાતના 29 તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાપીના સોનગઢ અને ડાંગના આહવામાં 2 ઈંચ

ધોધમાર વરસાદથી રોડ પર પાણી ફરી વળ્યા હતા
X

  • દક્ષિણ ગુજરાતમાં 1 મીમીથી લઈને 2 ઈંચ સુધીનો વરસાદ
  • હવામાન વિભાગ દ્વારા બે દિવસ સામાન્ય વરસાદની આગાહી

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 03:01 PM IST

સુરત. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના આહવામાં પણ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદ
દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, તાપી અને સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ડાંગ જિલ્લાના આહવામાં 47 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે તાપી જિલ્લાના કુકરમુંડામાં પણ 30 મીમી અને વલસાડ જિલ્લાના વાપીમાં 26 મીમી વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

તાલુકો વરસાદ(મીમી)
સોનગઢ 51
આહવા 47
કુકરમુંડા 30
વાપી 26
સુબીર 22
માંગરોળ 20
ચોર્યાસી 19
નવસારી 16
ઉમરગામ 15
વઘઈ 13
ઉચ્છલ 12
મહુવા 12
ચીખલી 11

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી