તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મેઘ મહેર:દક્ષિણ ગુજરાતના 28 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં 2.5, સોનગઢમાં 2 ઈંચ

સુરતએક મહિનો પહેલા
વ્યારા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં કોઝવે પાણીમાં ગરક થતા મુશ્કેલી વધી
  • દક્ષિણ ગુજરાતના ચાર તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ
  • 24 કલાક દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં 2.5 અને તાપી જિલ્લાના સોનગઢમાં 2 ઈંચ ખાબક્યો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે.

નવસારી જિલ્લાની પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે
નવસારી જિલ્લાની પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે

હળવાથી મધ્યમ વરસાદની આગાહી
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 28 તાલુકામાં વરસાદ પડ્યો છે. બે તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે ચાર તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અરબી સમુદ્રથી ઉત્તર ભારત સુધી મોન્સૂન રેખા બની છે. જેના કારણે આગામી 24 કલાક સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

વાલોડમાં ખુમચંદ લક્ષ્મીચંદ પ્રાથમિક શાળાનામાં પાણી ભરાયા
વાલોડમાં ખુમચંદ લક્ષ્મીચંદ પ્રાથમિક શાળાનામાં પાણી ભરાયા

વાલોડ પ્રાથમિક શાળાના કેમ્પસમાં કમર સુધી પાણી ભરાયા
વાલોડમાં ખુમચંદ લક્ષ્મીચંદ પ્રાથમિક શાળાના કેમ્પસમાં કમર જેટલા પાણી ભરાયા હતા. જેથી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શૈલેષભાઇ પટેલને થતાં તાત્કાલિક ફળિયાના યુવાનોને લઇ જઈ પાણીના નિકાલ માટે પ્રયાસ શરુ કરી આ પાણીના ભરાવા અંગેની જાણ સરપંચ જ્યોતિબેન નાયકાને કરી હતી. સરપંચ પણ સ્થળ પર પહોંચી જઈ પાણીના નિકાલ માટેના પ્રયાસો આદર્યા હતા. 3 ફૂટ થી વધુ પાણીનો ભરાવો થયો હોવાથી શાળામાં વરસાદી પાણીના ચેમ્બરને સ્થાનિક યુવાનોએ ખોલવા પ્રયાસ કર્યા હતા અને ચેમ્બર ખોલી પાણી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ શાળાની કેમ્પસની દીવાલમાં બાકોરું પાડી પાણીનો નિકાલ ઝડપી થાય તે માટે પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક શાળા બહાર ગામના વરસાદી પાણીની બે મોટી ગટર લાઈનોના ચેમ્બરો સાફ ન કરી હોવાને કારણે ચેમ્બર બ્લોક થઇ જતા તમામ પાણી ચેમ્બરની બહાર નીકળતા શાળામાં પાણી ભરાયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

વાપીના નવા અંડરપાસમાં પાણી ભરાયા
વાપીના નવા અંડરપાસમાં પાણી ભરાયા

વાપી નવા અંડરપાસમાં પાણીના ભરાવાથી વાહન ચાલકોને હાલાકી
વાપીમાં હાલ વરસાદી માહોલ જામ્યો નથી. વરસાદી ઝાપટા પડી રહ્યાં છે, રવિવારે સવારે વરસાદ પડતાં જ વાપી નવા અંડરપાસ પાસે વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાંતા પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યાં છે.

કુરેલ-સુપા બ્રિજ પાણીમાં ગરકાવ
કુરેલ-સુપા બ્રિજ પાણીમાં ગરકાવ

કુરેલ બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ
ઉપરવાસમાં વરસાદને લઈને પ્રથમવાર પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે અને કુરેલ-સુપા બ્રિજ ઉપરથી તો નદીનું પાણી જતા અવરજવર પણ બંધ થઈ છે. ચાલુ સાલ નવસારી જિલ્લા ઉપરાંત તેને અડીને આવેલા ડાંગ જિલ્લામાં પણ વધુ વરસાદ પડ્યો ન હતો. જેને લઈને ડાંગમાંથી નીકળતી પૂર્ણાં નદીની સપાટી પણ નવસારી જિલ્લામાં વધી ન હતી. જોકે ઉપરવાસ એવા ડાંગમાં સારો વરસાદ પડતાં નવસારી જિલ્લામાંથી વહેતી પૂર્ણા નદી વર્તમાન સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી જોવા મળી છે. નવસારીમાં તો પૂર્ણાની સપાટી સાધારણ જ વધી હતી પરંતુ જિલ્લામાં જ આવેલ કુરેલમાં પૂર્ણાની સપાટી ખાસ્સી વધતા નદી ઉપરના લો લેવલ બ્રિજ ઉપરથી ચાલુ સિઝનમાં પ્રથમવાર પાણી રહી રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

તાલુકોવરસાદ(મિમિ)
ઉમરપાડા65
સોનગઢ52
માંડવી44
ઓલપાડ35
વ્યારા34
માંગરોળ27
ઉચ્છલ23
પલસાણા20
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો