વરસાદની સંભાવના:ઓગસ્ટ 2020ના 40 ઈંચ સામે આ મહિને માત્ર 6.53 ઈંચ, 1થી 3 સપ્ટેમ્બર વરસાદની આગાહી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓગસ્ટનો છેલ્લા 7 વર્ષનો વરસાદ (ઇંચ) - Divya Bhaskar
ઓગસ્ટનો છેલ્લા 7 વર્ષનો વરસાદ (ઇંચ)
  • શહેરમાં 2015 પછી ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો, સિઝનનો 63% વરસાદ
  • ચોમાસું પૂરું થવાને મહિનો બાકી છે ત્યારે 100 ટકા વરસાદ થશે કે કેમ તે પ્રશ્ન

શહેરમાં 1થી 3 સપ્ટેમ્બર વચ્ચે સારા વરસાદની આગાહી છે. જો કે, ઓગસ્ટ માસ લગભગ કોરો જ રહ્યો હતો. 2020ના રેકડબ્રેક 40.19 ઇંચ સામે આ વર્ષે માત્ર 6.53 ઇંચ જ છે, જે 2015 પછી ઓગસ્ટનો સૌથી ઓછો છે. 2015માં 2.25 ઇંચ, 2016માં 7.2 ઇંચ, 2017માં 15.11 ઇંચ, 2018માં 9.17 ઇંચ, 2019માં 17.83 ઇંચ અને 2020માં 40.19 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

શહેરનો સિઝનનો કુલ વરસાદ 33.30 ઇંચ થઇ ગયો છે. સિઝનની સરેરાશ 55 ઇંચ સામે હાલ 63 ટકા વરસાદ થઇ ગયો છે. હજુ ચોમાસાને દોઢ મહિનનો બાકી છે ત્યારે 100 ટકા વરસાદ થશે કે કેમ તે પ્રશ્ન છે. હાલમાં કોઇ મજબૂત સિસ્ટમ સક્રિય નથી, જેથી બેએક દિવસ વરસાદની શક્યતા નહીં વત છે..

છેલ્લા બે દિવસથી તડકો નીકળતાં શહેરના તાપમાનમાં બે ડિગ્રીનો વધારો

જિલ્લામાં મહુવા તાલુકામાં સૌથી વધુ 12 મિમિ વરસાદ
બંગાળની ખાડી પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જે 1 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાત તરફ આવે તેવી પ્રબળ સંભાવના છે. જેથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 1થી 3 સપ્ટેમ્બર દરમ્યાન સારા વરસાદની શક્યતા છે. હાલમાં આ સિસ્ટમ મધ્ય ભારત ઉપર હોવાનું હવામાન શાસ્ત્રી દેવચરણ દુબેએ જણાવ્યું છે. શહેરમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદી આગાહી છે. રવિવારે મહુવા તાલુકામાં 12 મીમી વરસાદ નોંધાયો હતો. શહેરમાં આકરો તડકો નિકળતાં મહત્તમ તાપમાન 2 ડિગ્રી વધીને 33 ડિગ્રી થઈ ગયું હતું.

બંગાળની ખાડી પર બનેલી લો પ્રેશર સિસ્ટમ હાલમાં મહારાષ્ટ્રના નાગપુર ઉપર છે. આગામી દિવસમાં આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતા પહેલાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવેલા ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાંથી પસાર થશે એટલે ત્યાં ભારે વરસાદની સંભાવના છે. જેથી ઉકાઇ ડેમમાં પાણીની આવક વધી શકે છે. હાલમાં સપાટી 329.12 ફૂટ છે. જ્યારે ઇનફલો 13847 ક્યુસેક છે. હથનુરની સપાટી 210.91 મીટર જ્યારે ડિસ્ચાર્જ 4255 ક્યુસેક છે.

અન્ય સમાચારો પણ છે...