સુરતમાં ધોધમાર વરસાદ:વીજળીના કડાકાભડાકા સાથે ઉધનામાં અડધો ઈંચ વરસાદ, રાત જેવું અંધારું છવાતાં વાહનચાલકોએ લાઈટ ચાલું કરવી પડી

સુરત23 દિવસ પહેલા
સુરતમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો.

સુરત શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી અસહ્ય ઉકળતા થતો હતો. સુરતીઓ ગરમીથી પણ ત્રસ્ત હતાં. આજે બપોર બાદ વાતાવરણમાં ધૂળની ડમરીઓ ઉડતી દેખાય હતી. આખરે મોડી સાંજથી જ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. રાત જેવું અંધારું છવાતાં વાહનચાલકોએ લાઈટ ચાલું કરવી પડી​​​​​​ હતી. જેમાં ઉધના વિસ્તારમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ગાજવીજ સાથે વરસાદ
અસહ્ય ઉકળાટ બાદ સુરતીઓએ વરસાદથી થોડી રાહત મેળવી છે. બપોરે પણ જે રીતે સતત ગરમીનો પારો ઉપર જતો હોય છે તેને કારણે ઉનાળાની માફક ગરમીનો અનુભવ સુરતીઓ કરી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં પણ જાણે સુરતમાં અતિશય બફારો લોકો અનુભવે છે. વરસાદી ઝાપટાના કારણે કંઈક અંશે વાતાવરણમાં ગરમીનો પારો ગગડતો અનુભવાય છે.

ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.
ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.

મેઘમહેર થતા ઠંડક પ્રસરી
મોડી સાંજે વરસાદી માહોલ ગાજવીજ સાથે જોવા મળ્યો હતો. સુરતના પર્વત પાટિયા, ઉધના, વેસુ, અડાજણ, વરાછા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જે રીતે આકાશ કાળા ડિબાગાળાઓથી ઘેરાયેલું દેખાઈ રહ્યું છે. તે જોતા વરસાદ મોડી રાત સુધી વર્ષે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...