• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Rain In Surat, Surface Of Ukai Dam Reaches 341 Feet, Discharge Of 53 Thousand Cusecs Of Water Starts, Increase In Surface Of Tapi River

સુરતમાં મેઘ મહેર:ઉકાઈ ડેમની સપાટી 341.39 ફૂટ પર પહોંચી, 84 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ, તાપી નદીની સપાટીમાં વધારો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો. - Divya Bhaskar
ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો.
  • કોઝવે ખાતે તાપી નદીની સપાટી 7.16 મીટરે પહોંચી
  • ઉકાઈમાંથી હાલ 84 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે
  • ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345થી માત્ર 4 ફૂટ દૂર

સુરત શહેરમાં સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં 17 મિમિ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે હાલ પણ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345ની નજીક 341.39 ફૂટ પર પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસથી 22 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું. જોકે, હવે પાણીની આવકની સામે વધુ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ 84 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 340 ફૂટથી ઉપર
હજુ ચોમાસું પૂર્ણ થયું નથી ત્યારે ડેમની સપાટીમાં આગામી દિવસમાં વધારો થશે. જોકે સપાટી રૂલ લેવલ 340 ફૂટથી ઉપર હોવાથી 50 હજાર ક્યુસેક સુધી પાણી છોડવાનો નિર્ણય કરાયો હતો. ત્યારબાદ તેમાં વધારો કરવામાં આવ્યો છે. હાલ ઉકાઇ ડેમની સપાટી 341.39 ફૂટ નોંધાઇ છે. જ્યારે હાલ 84 હજાર ક્યુસેક પાણીની આવક સામે 84 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતને આગામી બે વર્ષ સિંચાઇ અને પીવાના પાણી માટે તકલીફ નહિં પડશે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતને આગામી બે વર્ષ સિંચાઇ અને પીવાના પાણી માટે તકલીફ નહિં પડશે.

સુરતને 2 વર્ષ ચાલે એટલું પાણી ઉકાઈ ડેમમાં ભરાઈ ગયું
ઉપરવાસમાં ગત અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદથી ઉકાઇ ડેમની સપાટી ઝડપભેર વધીને 341 ફૂટને પાર થઇ જતાં હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતને આગામી બે વર્ષ સિંચાઇ અને પીવાના પાણી માટે તકલીફ નહિં પડશે. વર્ષે અંદાજે 3 હજાર MCM (મિલિયન ક્યુબિક મીટર) પાણીની જરૂર રહે છે. જેની સામે હાલમાં ડેમમાં 5987 MCM પાણી છે. જેથી આગામી બે વર્ષ સુધી તો ચાલી જાય એટલું તો પાણી ડેમમાં ઉપલબ્ધ છે.

ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થતા તંત્ર એલર્ટ થઈ ગયું.
ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થતા તંત્ર એલર્ટ થઈ ગયું.

શહેરનો સિઝનનો વરસાદ 45.43 ઈંચ થયો
કાળાડિંબાગ વાદળો સાથે હળવો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સવારથી જ સુરત શહેર જિલ્લામાં હળવો વરસાદ વરસી રહ્યો છે. જેમાં સુરત સિટીમાં 17 મિમિ, ચોર્યાસીમાં 18 મિમિ, ઓલપાડમાં 17 મિમિ અને ઉમરપાડામાં 10 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો છે. આ સાથે શહેરનો સિઝનનો કુલ વરસાદ 45.43 ઇંચ થયો છે. હજુ 2 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.