કાર્યવાહી:રેલવેએ વર્ષમાં 32 કરોડની ટિકિટ જપ્ત કરી 747 ટાઉટ ઝડપી પાડ્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 55672 લોકોને ઝડપી રૂપિયા 1.72 કરોડનો દંડ વસૂલ્યો

પશ્ચિમ રેલવે વિભાગે 2022માં સધન કામગીરી કરીને કુલ 55672 લોકોને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી રૂા. 1.72 કરોડનો દંડ વસૂલ્યો હતો. આ ઉપરાંત પોલીસે 32 કરોડથી વધુની મુસાફરોની ટીકિટો જપ્ત કરી અને 747 ટાઉટ્સની ધરપકડ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે માહિતી આપતા કહ્યું કે, હેલ્પલાઇનના આધારે વિવિધ ફરિયાદમાં 553 ગુનેગારો પકડાયા હતા. ગેરકાયદે બુક કરેલી 32 કરોડથી વધુની ટિકિટો જપ્ત કરવામાં આવી હતી.

ઓપરેશન જીવનરક્ષા : 46ના જીવ બચાવાયા
ગત વર્ષે RPFએ 46 વ્યક્તિઓના જીવ બચાવ્યા હતા. ઓપરેશન “નન્હે ફરિશ્તે” હેઠળ, આરપીએફએ 649 છોકરા અને 325 છોકરીને બચાવ્યા. ઓપરેશન “અમાનત” હેઠળ, RPF એ તેમના હકદાર માલિકોને રૂ. 5.34 કરોડથી વધુની કિંમતી ચીજવસ્તુઓ ઝડપી પાડીને પરત કરાઇ છે. રેલવે પ્રોપર્ટી (ગેરકાયદેસર કબજો) અધિનિયમ હેઠળ, 409 કેસોમાં 1088 અપરાધીઓની ધરપકડ સાથે આશરે રૂ. 53.30 લાખની સંપત્તિ રિકવર કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...