વસૂલાત:રેલવેએ મેમાં ટિકીટ વિનાના યાત્રી પાસેથી 25.98 લાખ દંડ વસૂલ્યો

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એપ્રિલમાં રૂ.21.82 કરોડનો દંડ વસૂલાયો

ચાલુ વર્ષમાં પ.રેલવે દ્વારા ટિકિટ વગર મુસાફરી કરતા લોકો પાસેથી વસૂલવામાં આવેલા દંડ પૈકી સહુથી વધુ દંડ મે મહિનામાં 25.98 કરોડ વસુલાયો હતો. સૌથી વધુ માર્ચમાં રૂ. 19.35 કરોડ, એપ્રિલમાં રૂ. 21.82 કરોડ અને મેમાં રૂ. 25.98 કરોડનો દંડ વસૂલવાનો પોતાનો 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.માર્ચ 2022થી હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન ટિકિટ વિનાના/અનિયમિત મુસાફરીના લગભગ 3.64 લાખ કેસ મળી આવ્યા હતા.જેમાં બુક વગરના સામાનના કિસ્સાઓ પણ સામેલ હતા.જેના પરિણામે રૂ.25.98 કરોડની રેકોર્ડ વસૂલાત થઈ હતી.

જે મે 2022 મહિના માટે નિર્ધારિત રૂ. 1.26 કરોડના લક્ષ્ય કરતાં 87.1% વધુ છે.વાપીથી અમદાવાદ વચ્ચે પણ સ્કોડે અંદાજિત 2 કરોડ આસપાસનો દંડ વસુલ્યો હતો.મુંબઈ સેન્ટ્રલ ટિકિટ ચેકિંગ સ્ટાફ અને હેડક્વાર્ટરની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને કારણે આટલો દંડ વસુલવામાં સફળતા મળી છે. હેડક્વાર્ટરના 22 કર્મચારીઓની બનેલી ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે રોજના કર્મચારી દીઠ સરેરાશ રૂ. 38000 કરતાં વધુ દંડ સાથે રૂ. 2 કરોડનો દંડ વસૂલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...