ઉધના યાર્ડમાં નોન-ઇન્ટરલોકીંગ તેમજ નવા ટ્રેકને જોઇન્ટ કરવાના કામ માટે 3થી 6 માર્ચ સુધી મેગાબ્લોક અપાશે. આ બ્લોક આમ તો છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યો છે પરંતુ હવે આખરી કામ બાકી હોવાથી મેગાબ્લોક અપાતાં ફ્લાઈંગ રાની, બાંદ્રા ઈન્ટરસિટી, તાપ્તીગંગા સહિતની 20થી વધુ ટ્રેનન રદ કરી દેવામાં આવી છે. અચાનક ટ્રેનો રદ કરતા હજારો મુસાફરોએ અન્ય વ્યવસ્થા કરવી પડશે. હોળી ઉપરાંત લગ્ન સહિતના શુભ પ્રસંગ માટે અનેક લોકોએ તત્કાલ અને પ્રિમિયમ તત્કાલમાં રિઝર્વેશન કર્યું હતું પરંતુ અચાનક જ ટ્રેન બંધ કરી દેવાનો મેસેજ આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું કે, શુક્રવારથી સોમવાર સુધી ઉધનામાં યાર્ડ રિમોડેલિંગનું કામ કરાશે. ઉધના મુંબઈ-દિલ્હી/અમદાવાદ મુખ્ય લાઇન અને ઉધના-જલગાંવ લાઇન માટે જંક્શન સ્ટેશન છે. યાર્ડ રિમોડેલિંગની કામગીરી શરૂ કરાતાં કેટલીક મુખ્ય ટ્રેનો સહિત અનેક ટ્રેનો રદ કરવી પડી છે. આ ઉપરાંત અન્ય 4 અને 5 નંબરના પ્લેટફોર્મ તૈયાર થઇ ગયા હોવાથી તે ટ્રેક ઉપરથી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાશે.
કેટલીક ટ્રેનો 4 અને 5 નંબરના નવા પ્લેટફોર્મ પરથી ડાયવર્ટ કરાશે
રદ કરાયેલી ટ્રેનો; વલસાડ- વડોદરા સ્પેશિયલ, બાંદ્રા ટર્મિનસ - સુરત ઇન્ટરસિટી, મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ, દહાણુ રોડ-વડોદરા એક્સપ્રેસ, નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ - સુરત ફ્લાઈંગ ક્વીન, બોરીવલી-નંદુરબાર એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ - ભુસાવલ સ્પેશિયલ, બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ, સંજાણ-સુરત મેમુ, વલસાડ-સુરત મેમુ, ઉમરગામ – વલસાડ મેમુ, સુરત-વડોદરા મેમુ, સુરત-ભરૂચ મેમુ, બાંદ્રા - ભાવનગર સુપરફાસ્ટ, બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસ, સુરત-અમરાવતી સુપરફાસ્ટ, બાંદ્રા ટર્મિનસ - અજમેર, સુરત-ભુસાવલ એક્સપ્રેસ (તાપ્તીગંગા), ભુસાવલ-કટની એક્સપ્રેસ, અમદાવાદ-નાગપુર પ્રેરણા એક્સપ્રેસ, સુરત-મુંબઈ ફ્લાઈંગ રાણી, અમદાવાદ-મુંબઈ કર્ણાવતી એક્સપ્રેસ, વડોદરા-દહાણુ રોડ એક્સપ્રેસ, અમરાવતી-સુરત સુપરફાસ્ટ, સુરત-મુંબઈ ઇન્ટરસિટી, વડોદરા-વલસાડ સ્પેશિયલ, અજમેર-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ, ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ, જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ.
ડાયવર્ટ ટ્રેનો
સુરત-છાપરા તાપ્તી ગંગા 5મીએ વડોદરા-રતલામ-સંત હિરદારામ નગર-ઈટારસી થઈને દોડશે. ગંગાનગર-હઝરત સાહિબ નાંદેડ એક્સપ્રેસ 4થીએ અજમેર-ચિત્તૌરગઢ-રતલામ-ભોપાલ-ખંડવા-ભુસાવલ થઈને દોડશે. ઓખા-શાલીમાર સુપરફાસ્ટ 5મીએ છાયાપુરી-નાગડા-મક્સી-સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી-નાગપુર થઈને દોડશે. રાજકોટ-રીવા એક્સપ્રેસ 5 માર્ચ, 2023ના રોજ છાયાપુરી-નાગડા-મેક્સી-સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી થઈને દોડશે.
કઈ ટ્રેનોને કેવી અસર?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.