દંડ:રેલવેએ 10 માસમાં ટિકિટ વિનાના મુસાફરો પાસેથી 80 કરોડ વસૂલ્યા

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેનો તેમજ સ્ટેશનો પર માસ્ક મુદ્દે 27 લાખનો દંડ કરાયો

રેલવેએ ટિકિટ વગર મુસાફરી કરતા અને બુકિંગ વગર સામાન લઈ જતા મુસાફરો પાસેથી છેલ્લા 10 મહિનામાં 80.07 કરોડ વસૂલ્યા છે, જ્યારે ટ્રેનોમાં તેમજ સ્ટેશનો પર માસ્ક મુદ્દે 26.92 લાખની વસૂલાત કરી છે. ગત એપ્રિલથી જાન્યુઆરી સુધીમાં આવા 13.67 લાખ કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત ત્રાહિત વ્યક્તિના નામે ટિકિટ બુક કરી અન્ય વ્યક્તિને ટ્રેનમાં મોકલવાના 9 કેસમાં 13 હજારની વસૂલાત કરાઈ હતી.

613 ફેરિયા-540 ભિક્ષુકો સામે કાર્યવાહી
રેલવેએ પરિસરમાં ફરતી બિન અધિકૃત વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી 540 ભિક્ષુકો અને 613 ફેરિયાઓને પકડ્યા હતા. 242 લોકોને દંડ કરાયો હતો જ્યારે 369 સામે કોર્ટમાં કેસ ચલાવી દંડ વસુલવામાં આવ્યો હતો.

ઇન્ટરલોકિંગને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત
જોધપુર ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કામકાજને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત થઈ છે તો કેટલીક સંપૂર્ણ રદ રહેશે. 15, 16 અને 22મીની સિકંદરાબાદ-હિસાર સુપરફાસ્ટ એક્સપ્રેસ 18, 20 અને 25મીની હિસાર-સિકંદરાબાદ ટ્રેન રદ રહેશે. જ્યારે ઇન્દોર-જોધપુર એક્સપ્રેસ 17થી 24મી સુધી જોધપુર-જયપુર વચ્ચે રદ રહેશે. વળતામાં પણ આ ટ્રેન આ સેક્શન પર રદ રહેશે. 19મીની બાંદ્રા ટર્મિનસ-જમ્મુ તવી,જમ્મુ તવી-બાંદ્રા ટર્મિનસ અને 17મીની પુરી-જોધપુર સૂપરફાસ્ટ બદલાયેલા માર્ગથી દોડાવાશે.

અન્ય સમાચારો પણ છે...