ટ્રાન્સપોર્ટ:દિવાળી નજીક આવતા રેલવે બાંદ્રા ટર્મિનસ - ગોરખપુર સહિત 3 સ્પેશિયલ ટ્રેન દોડાવશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવાળી નજીક આવતા રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર અને સુરત-ખુરદા રોડ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામા આવ્યો છે. આટલું જ નહીં પણ હઝરત નિઝામુદ્દીન-મડગાવ રાજધાની સ્પેશિયલ ટ્રેન વડોદરા અને સુરતના રસ્તે દોડાવવામાં આવશે. બાંદ્રા ટર્મિનસ -ગોરખપુર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 30 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. આવી જ રીતે સુરત-ખુરદા રોડ સાપ્તાહિક સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 27 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર સુધી દોડાવવામાં આવશે. ત્રણેય ટ્રેનનો ફાયદો સુરતના મુસાફરોને મળી શકશે. તમામ ટ્રેનોનું બુકિંગ પી.આર.એસ. કાઉન્ટર અને આઇ.આર.સી.ટી.સીની વેબસાઈટ પર ખુલી ચુક્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલ રેગ્યુલર ટ્રેનોની અછત હોવાથી લોકોને ઘણી બધી તકલીફો થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...