તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્ક્યૂ:પાંડેસરાની 5 વર્ષની બાળકીને કિડનેપરના પંજામાંથી રેલવે પોલીસે 2 કલાકમાં બચાવી

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિસ્કિટ આપી પડોશી ટ્રેનમાં ભગાડવાનો હતો

પાંડેસરાની 5 વર્ષની બાળકીને અપહરણકર્તાના પંજામાંથી સુરત રેલવે એલસીબીના સ્ટાફે બે કલાકમાં મુક્ત કરાવી છે. મંગળવારે સાંજે પાંડેસરામાં 5 વર્ષની બાળકીને તેના પડોશમાં રહેતો ટુન્જરકુમાર છઠુ ચૌહાણ(26) (રહે.પાંડેસરા,મૂળ રહે,યુપી) એ ફરવાના બહાને સુરત રેલવે સ્ટેશને નીકળી ગયો હતો. બાળકીને પડોશીએ રૂ. 10 આપી વેફર અને બિસ્કિટ મંગાવ્યા હતા. પછી માતા પાણી ભરવા ઘરમાં ગઈ એટલામાં આરોપી ટુન્જરકુમાર બાળકીને લઈ નીકળ્યો હતો.

એકાદ કલાક સુધી શોધખોળ કરવા છતાં બાળકીના વાવડ ન મળતા માતાએ તેની સાથે રમતા બાળકોને બાળકી બાબતે પૂછર્યું હતું. જેમાં બાળકોએ નજીકમાં રહેતા અંકલ લઈ ગયા હોવાનું જણાવ્યું હતું. સાથે રહેતા વિરેન્દ્રને બાળકીના પિતા ફોન કરી આરોપી ટુન્જરનો મોબાઇલ નંબર લીધો હતો. આરોપી સાથે બાળકીના પિતાએ વાત કરી છતાં તે વાત કરતો ન હતો. થોડીવાર પછી પાછો પિતાએ સવા સાત વાગ્યે કોલ કર્યો તો પોલીસે કોલ ઉઠાવી વાત કરી હતી. મોડીરાતે બાળકીને પિતાને સોંપી હતી. બાળકીના પિતાની ફરિયાદ લઈ પાંડેસરા પોલીસે અપહરણનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. આરોપીનો ઈરાદો બાળકીને લઈ ટ્રેનમાં બેસીને ભાગી જવાનો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો