• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Railway Has Not Received Approval To Complete Sahara Darwaja Bridge And The Contractor Has Assured To Complete The Work In 3 Months.

બાંયધરી:સહારા દરવાજા બ્રિજ પૂરો કરવા રેલવેની મંજૂરી મળી નથી ને 3 માસમાં કામ પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરની ખાતરી

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સહારા દરવાજાનો અધુરો બ્રિજ. - Divya Bhaskar
સહારા દરવાજાનો અધુરો બ્રિજ.
  • બ્રિજ રેલવે ટ્રેક પરથી પસાર થતો હોવાથી ગર્ડર મુકવા રેલવે વિભાગની મંજૂરીની જરૂર છે
  • સાત મહિનાથી અટકેલા કામ અંગે સ્ટેન્ડિંગ ચેરમેને કોન્ટ્રાક્ટરને બોલાવી બાંયધરી લીધી

સહારા દરવાજા બ્રિજની કામગીરીને ઇજારદાર રણજિત બિલ્ડકોન સમયસર પૂર્ણ કરી શક્યા નથી. આ વાત સ્થાયી ચેરમેનને ધ્યાને આવતાં તેમણે ઇજારદારને રૂબરૂ બોલાવી ખૂલાસા માટે તેડૂં મોકલ્યું હતું. ઇજારદારે બ્રિજને ત્રણથી સાડા ત્રણ મહિનામાં પૂર્ણ કરવાની બાંહેધરી આપી છે. પરંતુ રેલવે ટ્રેક ઉપર બ્રિજ પસાર થનાર હોય સ્પાન મુકવા અંગે હજી રેલવેની મંજુરી મળી શકી નથી. ડિસેમ્બર સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થાય તેવી પાલિકાની ગણતરી છે.

ગરનાળા ઉપરથી પાંચ લેન પસાર થશે
સહારા દરવાજા હયાત ગરનાળા નીચેના ભાગે આઠ લેન ખુલશે. ગરનાળાના ઉપરના ભાગે બે લેનના મલ્ટી લેવલ ફ્લાય ઓવરબ્રિજ છે. જંક્શન પર નીચેના ભાગે ચાર લેન અને બ્રિજ પર બે-બે લેન એક સાથે હશે. 2 લેન રિંગરોડ બ્રિજની નીચેના ભાગથી ઉધના દરવાજા જવા માટે, 2 લેન ઉધના દરવાજાથી દિલ્હીગેટ જવા માટે હશે.

રેલવે પાસે બ્લોકની માગણી
બ્રિજ સેલે કહ્યું કે, આરઓબી માટે 41 મીટરના 9 જેટલા સ્પાન ટ્રેક ઉપર મુકવા પડશે. તે માટે રેલવે પાસે બ્લોક માંગવામાં આવશે. રેલવેના 3 સ્પાન બાકી છે 1 સ્પાનની મંજુરી અંતિમ તબક્કામાં છે.

ઇજારદારે બાંહેધરી આપી છે
સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, બ્રિજ નિર્માણની સમયાવધી પૂર્ણ થઈ ગઈ છે. હવે ફ્લાય ઓવર બ્રિજ ત્રણ મહિનામાં પૂર્ણ કરવા માટેની બાંહેધરી કોન્ટ્રાક્ટરે આપી છે.

મલ્ટી લેયર ઓવર બ્રિજ 80 ટકા તૈયાર

  • સહારા દરવાજા મલ્ટી લેયર ફ્લાય ઓવર બ્રિજ પ્રોજેક્ટ કોસ્ટ- રૂપિયા 133 કરોડ
  • ઇજારદાર-રણજિત બિલ્ડકોન
  • કામગીરી શરૂ કર્યા નવે. 2017
  • કામગીરી પૂર્ણ સમય-36 મહિના (5-11-20 માં બ્રિજ પૂર્ણ કરવાનો હતો)
  • કેટલી કામગીરી પૂર્ણ થઈ-80 ટકા
  • ક્યાં કઈ કામગીરી બાકી-સહારા દરવાજા જંકશન પાસે, આરએલબી બેંકથી રેલવે આરઓબી, ફ્લાયઓવર
  • સહારા દરવાજા જંકશન પાસે 3 પીયર-ગર્ડરો બનાવવાના બાકી.
અન્ય સમાચારો પણ છે...