ફુડ સેફ્ટી ઓફિસરોની કાર્યવાહી:અઠવા, અડાજણ, કતારગામ, વેડ વિસ્તારનાં આઠ રસ કેન્દ્રો પર દરોડા, 21 સેમ્પલ લેવાયાં

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિઝન જામતાં શહેરમાં ઠેર-ઠેર ખુલી ગયેલા રસ કેન્દ્રો પર પાલિકાની તવાઈ
  • નમૂનાં પૃથકરણ માટે લેબમાં મોકલાયાં, 14 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે

ઉનાળાની સિઝનમાં રસ કેન્દ્રો ઉપર લોકોની વધુ ભીડ રહેતી હોવાથી પાલિકાના ફુડ સેફ્ટી ઓફિસરોએ સોમવારે શહેરના 8 રસ કેન્દ્રો પર તપાસ હાથ ધરી સેમ્પલ લીધા હતા.

હાલ અસહ્ય ગરમીમાં ઠંડક મેળવવા લોકો ઠેર ઠેર રસ કેન્દ્રો પર નજરે પડતા હોય છે. ત્યારે કેન્દ્રો દ્વારા જે રસ વેચાઈ રહ્યો છે તે આરોગ્યની દ્રષ્ટિએ નુકસાનકારક તો નથી તે તપાસવા માટે આરોગ્ય વિભાગના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા અડાજણ, કતારગામ, વેડરોડ, અઠવાલાઈન્સ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 8 રસ કેન્દ્રોમાંથી કુલ 21 નમૂના લીધા હતા. જેને પૃથ્થકરણ માટે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી અપાયા છે.

આ રસ કેન્દ્રો પર આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી
1. શિવ ખમણ એન્ડ ફરસાણ હાઉસ (મહેન્દ્ર & નરેન્દ્ર કેરી રસ કેન્દ્ર), પ્રગતિનગર, ચોકસી વાડીની સામે, અડાજણ
2. હરેક્રિષ્ણ રસ, રીયલ કેદારભવન એપા. હની પાર્ક રોડ, અડાજણ
3. ન્યૂ ગોકુલ રસ કેન્દ્ર, ઈશ્વરનગર સોસા. ગોતાલાવાડી, કતારગામ
4. ઓમ ગોકુલ રસ ભંડાર, પંડોળ શોપિંગ સેન્ટર, વેડરોડ
5. જૈન જ્યુસ, અમીધારા એપા. ટેની કલબ પાસે, અઠવાલાઈન્સ
6. ગોકુલ રસ ભંડાર, પંડોળ શોપિંગ સેન્ટર, વેડ રોડ
7. શ્રી ગોકુલ રસ ભંડાર, પંડોળ શોપીંગ સેન્ટર, વેડ રોડ
8. શ્રી બ્રહ્માણી એગ્રોફૂડ પ્રોડક્ટ, પ્રવેગ એપાર્ટમેન્ટ, અડાજણ

પાલિકાની પોતાની લેબ છતાં ત્વરિત રિપોર્ટ નહીં
ઓફિસરોએ 21 નમૂના ટેસ્ટિંગ માટે લેબોરેટરી ખાતે મોકલાયા છે. જો કે, આ નમૂનાનો રિપોર્ટ આવતા લગભગ બે સપ્તાહ જેટલો સમય લાગશે. પાલિકાની પોતાની લેબ હોવા છતાં 14 દિવસ સુધીનો સમય લાગવા બાબતે ફરી એક વાર પ્રશ્નાર્થ સર્જાયો છે. અત્યાર સુધી ખાદ્યપદાર્થોના નમૂના રાજકોટ મોકલાતા હતા, જેથી બે સપ્તાહનો સમય લાગતો હતો. જો કે, હવે પાલિકાની પોતાની લેબ હોવા છતાં સમયગાળામાં કોઈ જ નોંધપાત્ર ફરક પડ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...