ઇ-સિગારેટ:મુંબઈમાં દરોડા સ્થાનિક વેપારીઓમાં ફફડાટ

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પલસાણા પાસેથી 20 કરોડની ચાઇનીઝ સિગારેટ પકડાઈ હતી
  • સિગારેટ મંગાવનારા બંને આરોપી DRIની પકડથી દૂર

ત્રણેક દિવસ પહેલાં ડીઆરઆઇની એક ટીમે બાતમીના આધારે શહેરને છેવાડે આવેલા પલસાણા હાઇવે પરથી 20 કરોડની ઈ સિગારેટ ઝડપી પાડી હતી. ડીઆરઆઇએ ઝડપી પાડેલાં રૂપિયા 20 કરોડની ઇ-સિગારેટના કેસમાં આરોપીને જેલ હવાલે કર્યા બાદ હવે અધિકારીઓએ મુંબઇમાં પાડીને સમગ્ર જથ્થો મંગાવનારા બે ઉદ્યોગપતિઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ બંને હાલ ફરાર છે.

બીજી તરફ ઇમ્પોર્ટેડ ઇ-સિગારેટ વેચનારાઓને પણ ડીઆરઆઇ સાણસામાં લે એવી સંભાવના દેખાતા બેનંબરમાં સિગારેટ લાવીને વેચનારાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. નોંધનીય છે કે સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ અને એડવોકેટ ઇમરાન મલિક દ્વારા આરોપીના રોલને લઇ દલીલો કરવામાં આવી હતી. બાદમાં પરવેઝ નામના આરોપીને જેલ હવાલે કરાયો હતો.

અગાઉ આરોપીઓએ મંગાવેલી 60 કરોડની 2 લાખ નંગ ઇ-સિગારેટ ક્યાં ગઇ તે પ્રશ્નાર્થ
ડીઆરઆઇના સૂત્રો કહી રહ્યા છે કે અગાઉ આરોપી દ્વારા મુંબઇના બે ઉદ્યોગપતિઓના કહેવાથી જ રૂપિયા 60 કરોડની કિંમતના બે કન્સાઇન્ટમેન્ટ મંગાવવામાં આવ્યા હતા. અંદાજે 2 લાખ નંગ જેટલી સિગારેટો ક્યાં ગઈ છે તેની પણ અધિકારીઓ ચકાસણી કરી રહ્યા છે.

નોંધનીય છે કે લોકલ માર્કેટમાં ઇ-સિગારેટ રૂપિયા 2400ની મળે છે. ચાર વર્ષ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા ઇમ્પોર્ટ કરાતી સિગારેટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. મુંંદ્રા પોર્ટ પર હાલ બીજા 14 કન્ટેનર અટકાવવામાં આવ્યા હોવાની પણ માહિતી મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...