તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વેસુમાં હીટ એન્ડ રનથી ઉવર્શી નામની યુવતીનું મોત નિપજાવનાર અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા પોલીસને શોધવા માટે પોલીસે 9 સ્થળે દરોડા પાડ્યા હતા. જોકે, રેઇડના અંતે મોડે સુધી પોલીસને આરોપી અતુલ વેકરીયા હાથ લાગ્યો નથી. ગત 26મી તારીખે રાત્રે પોશ વિસ્તાર વેસુમાં અતુલ બેકરીના માલિક આરોપી અતુલ વેકરિયાએ તેની લક્ઝરી કાર બેદરકારીથી ચલાવી બે મોપેડને અડફેટે લીધી હતી. તેમાં ઉર્વશી નામની યુવતીને ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્યું હતું.
પોલીસે અતુલના સગાને ત્યાં તપાસ કરી
શરૂઆતમાં પોલીસે અતુલ વેકરિયા વિરુદ્ધ આઈપીસીની 304(અ) મુજબ ગુનો દાખલ કર્યો હતો. જેને કારણે અતુલને જામીન મળી ગયા હતા. પરંતુ બાદમાં પોલીસે 304 (સાપરાધ-મનુષ્ય વધ)ની કલમ ઉમેરી તેના જામીન રદ્દ કરાયા હતાં. હવે પોલીસ તેની ધરપકડ કરવા શોધી રહી છે. પણ અતુલ અઠવાડિયા બાદ પણ મળી રહ્યો નથી. પોલીસે તેના ઘરે પણ તપાસ કરી હતી. જો કે પોલીસ ખાલી હાથે પરત ફરી હતી. સુરતમાં અતુલના પાંચેક સગાના ઘરે પણ પોલીસે રેઇડ કરી હતી.
વતન સૌરાષ્ટ્રમાં તપાસ ચાલુ
ઉપરાંત તેની ફેક્ટરી અને ઓલપાડમાં આવેલ ફાર્મ હાઉસમાં રેઇડ કરી હતી. અતુલનો ભાઈ રમેશ અમદાવાદમાં રહે છે. રમેશના ઘરે પણ પોલીસે રેઇડ કરી હતી. ઉપરાંત અમદાવાદમાં તેમની ફેક્ટરી આવી છે. ત્યાં પણ પોલીસે રેઇડ કરી પરંતુ અતુલ મળી આવ્યો ન હતો. પોલીસ હજી પણ તેને શોધવા મથામણ કરી રહી છે. હવે પોલીસ અતુલ વેકરિયાને શોધવા પોલીસે તમામ ટોલનાકાઓ પર ચેકિંગ કરવાની તજવીજ હાથધરી છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં તેના વતનમાં પણ તપાસ કરી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.