ગેરકાયદે બાંધકામ:કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામનો રાફડો; 400થી વધુ એપાર્ટમેન્ટ ગેરકાયદે, ગમે ત્યારે હથોડા પડી શકે

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પૂર્વમાં વધી રહેલા બાંધકામ પાર્ટીઓના પોલિટિકલ ગણિત ઉંધા કરી દેશે

સુરતના કોટ સહિતના અનેક વિસ્તારમાં વધી રહેલાં ગેરકાયદે બાંધકામ મામલે હાઇકોર્ટમાં કરવામાં આવેલી પિટિશન સંદર્ભે હવે પાલિકા ફિક્સમાં મૂકાઈ ગઇ છે. માત્ર કોટ વિસ્તારમાં જ 400થી વધુ ગેરકાયદે બાંધકામ છે. એક એપાર્ટમેન્ટમાં એવરેજ 10થી વધુ ફ્લેટ ગેરકાયદે ગણીએ તો હાલ 4000 ફલેટ ગેરકાયદે બનીને તેયાર થઈ ગયા છે.

પૂર્વમાં વધી રહેલાં ગેરકાયદે બાંધકામ પોલિટિકલ પાર્ટીઓનું ગણીત પણ આગામી વિધાનસભા ચૂંટણીમાં બગાડી શકે છે. કેમકે, જ્યાં એક ગાળા ટાઇપ મકાનમાં પાંચ મતદારો હતા ત્યાં એપાર્ટમેન્ટ બન્યા બાદ એ જ જગ્યાએ પર 200 મતદારો ઊભા થઈ ગયા છે. હાઇકોર્ટમાં આ અરજી અંગે હવે 25 જૂને સુનાવણી થશે. તે અગાઉ પાલિકાને પોતોનો જવાબ રજૂ કરવાનો છે. જેથી પાલિકા પાસે ગેરકાયદે બાંધકામો પર હથોડા ચલાવવા સિવાયો કોઇ વિકલ્પ નથી.

રૂ. 90 લાખ સુધીના ફલેટ વેચાઈ રહ્યા છે
કોટ વિસ્તારમાં હાલ એવરેજ ટુ બેડ રૂમ કિચનના ફ્લેટની કિંમત રૂપિયા 20 લાખ છે. બિલ્ડરો નફા માટે પાંચમો કે છઠ્ઠો માળ ગેરકાયદે બનાવતા જ હોય છે. એવરેજ એક માળ પર બિલ્ડરોનું ટર્નઓવર એકથી સવા કરોડ હોય છે. એટલે બે માળના અઢીથી ત્રણ કરોડ સુધી થાય છે. સોદાગરવાડ કે ક્રાઇમ બ્રાન્ચની ગલીમાં તો ફ્લેટની કિંમત 70થી 90 લાખ સુધીની છે. અહીં એક ફ્લોર બિલ્ડરોને પાંચથી છ કરોડનો પડે છે. બે માળ ગેરકાયદે કરે તો સીધા 12 કરોડનું ટર્નઓવર થાય છે. જેમાં પાલિકા સહિત અનેક લોકોના હિસ્સા હોય છે.

અન્ય સમાચારો પણ છે...