આદેશ:રેડિયોલોજિસ્ટની વૃદ્ધ પત્નીનો કલેઇમ નકારાયો, કોર્ટે અપાવ્યો

સુરત3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 76 વર્ષીય પત્નીના ઘુંટણના ઓપરેશનનો ક્લેઇમ નકારનાર વીમા કંપનીને 1.8 લાખ વ્યાજ સાથે આપવા આદેશ કરાયો

સુરતના 82 વર્ષીય રેડિયોલોજિસ્ટની 76 વર્ષીય પત્નીના ઘુંટણના ઓપરેશનનો ક્લેઇમ વીમા કંપનીએ રિજેક્ટ કર્યો હતો.વીમા કંપનીએ ક્લેઇમ નકારતા આ સમગ્ર મામલો ગ્રાહક અદાલતમાં પહોંચ્યો હતો ગ્રાહક અદાલતમાં દલીલો બાદ અરજદારને રૂપિયા 1.8 લાખ વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કરવામાં આવ્યો હતો.

તબીબોના ઇન્શ્યોરન્સ પાસ કરવામાં મોટાભાગે વીમા કંપનીઓ ઠાગાઠૈયા કરતી હોવાનું સામે આવતું રહે છે. આવા જ એક કેસમાં રેડિયોલોજિસ્ટે રૂપિયા ત્રણ લાખનો વીમો લીધો હતો. વીમો લીધાના 23માં વર્ષે એટલે કે 2016માં તબીબના પત્ની ઘરમાં ચાલતા-ચાલતા પડી ગયા હતા. જેથી તેમના જમણા પગના ઘુંટણમાં ઇજા થઈ હતી. સતત દુખાવો રહેતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં ડોકટરે ઓપરેશન કરવાની સલાહ આપી હતી.

ઓપરેશન બાદ તેમને રજા આપવામાં આવી હતી, પરંતુ આ જ વર્ષે તેમનું અવસાન થયુ હતુ. ઓપરેશનના ખર્ચના રૂપિયા 1.80 લાખ માટે વીમા કંપની સમક્ષ ક્લેઇમ કરવામાં આવ્યો હતો જે વીમા કંપનીએ નકારી કાઢયો હતો. આથી સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં એડવોકેટ પ્રાચી દેસાઈની દલીલો બાદ ગ્રાહક કોર્ટે વીમા કંપનીને અરજદારને વળતર ચૂકવવા માટે આદેશ કર્યો હતો.

બિલમાં વિસંગતતા હોવા છતાં ક્લેઇમ મંજૂર
પાલના રાકેશને માથામાં દુખાવો થતાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવારનો 41 હજાર ખર્ચ થયો હતો જે વીમા કંપનીએ બિલમાં વિસંગતતાના કારણે રદ કરતાં એડવોકેટ નરેશ નાવડિયા મારફત કેસ કરાયો હતો. દલીલો બાદ કોર્ટે વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...