તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે રંગપંચમી:મંદિરોમાં રાધા અને કૃષ્ણની પુજા કરવામાં આવશે

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સંઘોના નેજા હેઠળ ભકતો દ્વારા પુજા-અર્ચના કરાય છે

રંગપંચમીનો તહેવાર હોળી એટલે કે દેવદેવીઓ ની હોળી ચૈત્ર કૃષ્ણ પંચમીના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે. શુક્રવારે રંગપંચમી ઉજવવામાં આવશે. આમ તો હોળીનો તહેવાર ઘણા સ્થળોએ પાંચ દિવસ સુધી મનાવવામાં આવે છે. રંગપંચમીનો આ તહેવાર દેશના તિકટ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના ઉત્તર ભારતમાં ઉજવવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે રંગપંચમીના દિવસે શ્રીકૃષ્ણએ ગોપીઓ સાથે રાસલીલા કરી અને બીજા દિવસે રંગ રમતની ઉજવણી કરી હતી. જેની ઉજવણીના ભાગરૂપે આ દિવસે વિવિધ સંઘ કાઢીને ભક્તો દ્વારા વિવિધ પૂજા વિધિ કરવામાં આવે છે.

કેટલાક સ્થળોએ રંગ શરીર પર નહીં પણ હવામાં ઉડાડીને ઉજવવામાં આવે છે. આ દિવસે ઘણી જગ્યાએ શ્રીખંડ બનાવવામાં આવે છે. આ તહેવાર એક રીતે દેવીઓને સમર્પિત છે. આ દિવસે રાધા કૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે. મધ્યપ્રદેશ. મહારાષ્ટ્રમાં, આ દિવસે શોભા યાત્રા કાઢવામાં આવે છે.

રંગપંચમી સત્વગુણના વિજયનું પ્રતિક
શાસ્ત્રી ધાર્મિકશ્રીએ જણાવ્યું કે હિન્દુ શાસ્ત્રો અનુસાર, રંગ પંચમીનો તહેવાર તામસિક ગુણ અને રાજસિક ગુણો ઉપર સત્ત્વગુણની જીત અને વિજયનું પ્રતીક છે. આ સૂચવે છે કે આધ્યાત્મિક વિકાસના માર્ગમાં અવરોધો ટૂંક સમયમાં નાબૂદ થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો