પોલીસની સફળતા:ઈન્દોરના સેક્સરેકેટનો માસ્ટર માઈન્ડ સુરતથી ઝડપાયો, બાંગ્લાદેશની છોકરીઓને દેહવેપારના ધંધામાં ધકેલતો હતો

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત શહેર એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો. - Divya Bhaskar
છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત શહેર એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો.
  • બાંગ્લાદેશની છોકરીઓની તસ્કરી કરી ભારત દેશમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી ટ્રેન મારફતે અલગ-અલગ રાજ્યોમાં મોકલતો હતો

મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોરમાં બાંગ્લાદેશી છોકરીઓના હ્યુમન ટ્રાફીકીંગના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત શહેર એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો હતો. આરોપી મુનીર ઉર્ફે મીરૂલ પાલેક ગાઝી વારત ઈન્દોરના સેક્સરેકેટનો માસ્ટર માઈન્ડ હતો. જે બાંગ્લાદેશની છોકરીઓને દેહવેપારના ધંધામાં ધકેલતો હતો.

2020માં ઈન્દોરમાં ગુનો નોંધાયો હતો
મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના વિજયનગર, લસુડીયા અને એમ.આઈ.જી., પોલીસ સ્ટેશનોમાં 2020માં અપહરણ અને હ્યુમન ટ્રાફીકિંગ અંગેના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. જેમા કુલ્લે 17 છોકરીઓને મુક્ત કરાવી હતી. આ ગુનાની તપાસ માટે ઇન્દોર પોલીસ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી હતી. જે ટીમ દ્વારા આ ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. જેમાં એક નાસતો ફરતો આરોપી સુરત ખાતે રહેતો હોવાની હકીકત આધારે તે આરોપીને પકડી પડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

છોકરીઓને દેહવ્યપારના ધંધામાં ધકેલવા ઈન્દોરમાં હોડલમાં બંધક બનાવી હતી
બાંગ્લાદેશ ખાતેથી દેહવ્યપારના ધંધામાં ધકેલવાના આશ્યથી કેટલીક છોકરીઓને ઇન્દોર મહાલક્ષ્મીનગર વિસ્તારની મોહીત હોટલના એક રૂમમાં બંધક બનાવી હતી.બાતમી આધારે ઇન્દોર પોલીસે ત્યાં રેડ કરી બંધક બનાવેલ આઠ છોકરીઓને મુક્ત કરાવી અને પાંચ આરોપીઓને સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ હતા. બાદ તેઓની તપાસમાં છોકરીઓને સપ્લાય કરનાર આરોપીઓ પૈકી સુરત ખાતે રહેતા એક આરોપીનુ નામ ખુલવા પામેલ, જે આરોપીનું ઇન્દોર પોલીસ પાસે ફક્ત અધુરૂ નામ અને ટુંકુ સરનામુ હતું. જેથી આ આરોપીને ઇન્દોર પોલીસ શોધી રહેલ હોય પરંતુ આરોપી મળી આવ્યો ન હતો. જેથી ઇન્દોરથી તપાસમાં આવેલ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ પાસેથી વોન્ટેડ આરોપી બાબતે જરૂરી તમામ પ્રકારની માહીતી એકઠી કરી આ આરોપીને શોધી કાઢવા માટે એસ.ઓ.જી.ની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સિસ તથા ટેક્નીકલ સર્વેલન્સની મદદથી આ દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

આરોપીને બાતમી આધારે લિંબાયતમાંથી ઝડપી પડાયો.
આરોપીને બાતમી આધારે લિંબાયતમાંથી ઝડપી પડાયો.

છોકરીઓના પરિવારને પૈસાની લાલચ આપી છોકરીઓને લાવતા હતા
બાતમી આધારે લિંબાયત શ્રીનાથ સોસાયટી પાસેથી આરોપી મુનીર ઉર્ફે મીરૂલ પાલેક ગાઝી વારતને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં એવી હકીકત જાણવા મળી હતી કે પશ્ચીમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી દલાલની મદદથી આર્થિક રીતે અત્યંત પછાત વર્ગના પરીવારની સગીરવયની છોકરી તથા તેના પરીવારને પૈસાની લાલચ આપી તેઓને દેહવિક્રયના ધંધામાં છોકરીને મોકલવા યેન-કેન પ્રકારે તૈયાર કરતા હતા. ત્યારબાદ સગીરવયની છોકરીઓની તસ્કરી કરી ભારત દેશમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી ટ્રેન મારફતે અલગ-અલગ રાજ્યોમાં મોકલવામાં આવે છે. આવા દલાલો સાથે મળી આરોપી તસ્કરી કરી લાવેલ છોકરીઓને મેળવી તેઓને અલગ અલગ શહેરોમાં દેહવિક્રય માટે મોકલતો હતો તેવી એક છોકરીને મધ્યપ્રદેશ લાવી દેહવિક્રયના ધંધામાં ધકેલવાના માટે તે છોકરીને અગાઉ પકડાયેલ આરોપીઓને આપેલ હતી પરંતુ ઇન્દોર પોલીસ દ્વારા આ રેકેટ પકડવામાં આવતા પોતે ઇન્દોરથી સુરત ભાગી આવી ગયો હોવાની હકીકત જણાવી હતી.

દેશભરના બીજા દલાલોનો સંપર્ક કરાતો હતો
મુનીરૂલે પોલીસને વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાથી દેશભરના બીજા દલાલોનો સંપર્ક કરાતો હતો. યુવતીઓને એક અઠવાડિયા મોકલતા તે માટે અન્ય શહેરોનો દલાલો પાસેથી 30 હજારથી લઈ એક લાખ રૂપિયા સુધીની રકમ મેળવતા હતા. બાંગલાદેશી યુવતીઓ સુરત આવતી તે પહેલાં મુંબઈના ભાયંદર વિસ્તારમાં રહેતી.ત્યાં તેમને ડ્રગ પણ આપવામાં આવતું હતું.