પદ માટે ઘમાસાણ:CR પાટીલના હોમ ટાઉનમાં મેયર પદ માટે રેસ, ત્રણ મહિલાઓ ચર્ચામાં, અનુભવી-લાયકાત ધરાવનાર આવે તેવી શક્યતા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબે હેમાલી બોઘાવાળા અને જમણે દર્શિની કોઠિયા(ફાઈલ તસવીર) મેયર પદ માટે રેસમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. - Divya Bhaskar
ડાબે હેમાલી બોઘાવાળા અને જમણે દર્શિની કોઠિયા(ફાઈલ તસવીર) મેયર પદ માટે રેસમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
  • મહિલાઓ માટે મેયર પદ અનામત હોય દર્શિની કોઠિયા, હેમાલી બોઘાવાળા અને ઉર્વશી પટેલના નામ ચર્ચામાં

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે ફરી કેસરીયો લહેરાવ્યો છે. 25 વર્ષના એકધારા શાસન બાદ લોકોએ ફરીથી પાંચ વર્ષ માટે ભાજપના હાથમાં સત્તાનું સુકાન સોંપ્યું છે. ત્યારે નિયમ પ્રમાણે પ્રથમ વખત મહિલા મેયર બનવાના છે ત્યારે ભાજપની ચૂંટાયેલા મહિલા કાઉન્સિલરમાંથી કોણ મેયર બનશે તેની ચર્ચાએ જોર પક્ડયું છે. ચૂંટાયેલી મહિલા કાઉન્સિલરમાંથી ત્રણથી ચાર મહિલાઓ હાલ મેયર પદના રેસમાં ચાલી રહી છે. જેમાં દર્શિની કોઠિયા, હેમાલી બોઘાવાલા અને ઉર્વશી પટેલને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.

ઘણા વર્ષોથી સક્રિય રાજકારણમાં અને ભાજપ સંગઠન સાથે પાલિકાની સ્ટેન્ડિગ કમિટીમાં પણ દર્શિની કોઠિયા(ફાઈલ તસવીર) કામ ચૂક્યાં છે.
ઘણા વર્ષોથી સક્રિય રાજકારણમાં અને ભાજપ સંગઠન સાથે પાલિકાની સ્ટેન્ડિગ કમિટીમાં પણ દર્શિની કોઠિયા(ફાઈલ તસવીર) કામ ચૂક્યાં છે.

દર્શિની કોઠિયા સક્ષમ
મૂળ સૌરાષ્ટ્રીય અને વરાછા વિસ્તારમાં ભાજપનું ધોવાણ થયું હોવા છતાં જીતનો પરચમ લહેરાવનાર ભાજપના દર્શની કોઠિયાની દાવેદારી ત્રણ પૈકી વધુ મજબૂત માનવામાં આવી રહી છે. આમ આદમીએ જ્યાં કોંગ્રેસના સૂપડાં સાફ કરીને વિજય મેળવ્યો છે તે પાટીદાર વસ્તીવાળા વિસ્તારો છે. પાટીદારો હજી પણ ભાજપથી કેટલાક કારણોસર વિમુખ છે, અને તેના પરિણામે જ આપને સફળતા મળી છે. દર્શિની કોઠીયા સમગ્ર વિસ્તારની અંદર ખૂબ જ જાણીતું નામ છે અને પોતે પણ પાટીદાર છે. ભાજપ પાટીદારોની ખુશ કરવા માટે દર્શિની કોઠીયાને પસંદગ કરી શકે છે. દર્શિની કોઠીયા ભાજપમાં પ્રદેશ મંત્રી તરીકેના હોદ્દા ઉપર રહી ચૂક્યા છે.અગાઉ ત્રણ વર્ષ પાલિકામાં સ્ટેન્ડિંગ સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. જેથી ભાજપ મેયરના ગરીમાપૂર્ણ પદ પર લાયક ઉમેદવારને પસંદ કરી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.

હેમાલી બોઘાવાળા(ફાઈલ તસવીર) એસટી નિગમમાં ચેરમેન રહિ ચૂક્યા છે.
હેમાલી બોઘાવાળા(ફાઈલ તસવીર) એસટી નિગમમાં ચેરમેન રહિ ચૂક્યા છે.

હેમાલી બોઘાવાળા પ્રબળ દાવેદાર
હેમાલી બોઘાવાળા ભાજપના સિનીયર મહિલા કાર્યકર્તા છે . હેમાલી બોઘાવાળા એસટી નિગમના ચેરમેન પણ રહી ચૂક્યા છે, તેમ જ વિવિધ અન્ય સંસ્થાઓમાં પણ તેઓ ઉંચા હોદ્દા ઉપર કામ ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ મેયરપદ માટે તેઓ રેસમાં હતાં. પરંતુ પાટીદાર ફેક્ટરના કારણે ત્યારે પણ તેઓ મેયર બની શક્યા નહોતા. જે તે વખતે તેમના સ્થાને અસ્મિતા શિરોયાને પસંદ કરવામાં આવ્યા હતાં.

ઉર્વશી પટેલ(ફાઈલ તસવીર) ભાજપના સિનિયર કાર્યકર્તા છે.
ઉર્વશી પટેલ(ફાઈલ તસવીર) ભાજપના સિનિયર કાર્યકર્તા છે.

સ્કાયલેબ ન આવે તો સક્ષમ મહિલા મેયર બનશે
ભાજપના વિજેતા મહિલા કાઉન્સિલરમાંથી ઉર્વશી પટેલ પણ વિજેતા થયા છે.તે પણ ભાજપના સિનિયર કાર્યકર્તા છે.ચૂંટણી દરમિયાન તેઓ ખૂબ સારી સરસાઇથી વિજય મેળવવામાં સફળ રહ્યા છે. જો કોઈ સ્કાયલેબ ન આવે તો આ ત્રણ પૈકી એક મહિલાને મેયર તરીકે પસંદ કરવામાં આવી શકે છે. જોકે ભાજપમાં એવું કહેવાય છે કે, જેનું નામ સૌથી વધુ ચર્ચામાં હોય છે.તેના બદલે કોઈ આશ્ચર્યજનક નામ મેયર તરીકે ભારતીય જનતા પાર્ટી જાહેર કરી શકે છે.

કોંગ્રેસે શહેરને પ્રથમ મેયર આપ્યા હતા
1983માં ભાજપાને કાશીરામ રાણાએ શહેરમાં બેઠું કર્યું હતું અને ભાજપાના પ્રથમ મેયર બન્યા બાદ 8 ફેબ્રુઆરી 1990થી અજીત દેસાઈ ભાજપાના મેયર બન્યા અને 31-10-93 બાદથી જુલાઈ 1995 સુધી વહીવટદારનું શાસન અમલમાં આવ્યું હતું પરંતુ બાદ 1-7- 95થી ફકીરભાઈ ચૌહાણથી ભાજપની ફરી ઇનિંગ શરૂ થઈ તે વર્ષ 2000 અને 2005માં વહીવટદાર આવ્યાં બાદથી 2020 સુધી અવિરત જારી છે. કોરોનાને પગલે મુદ્ત 3 મહિના લંબાતા કમિશનર બંછાનિધિ પાનીને સ્થાયીની સત્તા સોંપાતા વહિવટદાર તરીકે ચાલુ છે. 21મીએ ચૂંટણી અને 23મીએ મત ગણતરીમાં ભાજપા કેટલા સભ્ય સંખ્યા સાથે સત્તા પર આવશે તે સ્પષ્ટ થઈ જશે.