આયોજન:અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા ક્વિઝ સ્પર્ધાનું આયોજન

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અગ્રવાલ વિકાસ ટ્રસ્ટની યુવા શાખા દ્વારા અગ્રસેન જયંતિ મહોત્સવ 2020ની ઉજવણી નિમિત્તે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ ક્વિઝ 17 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે દ્રારકા હોલ, અગ્રસેન ભવન ખાતે યોજાશે. આ ક્વિઝ સ્પર્ધામાં 16 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યકિત ભાગ લઈ શકે છે. આ માટે તેમણે 7 ઓક્ટોબર સુધીમાં http://www.avtyuwas.org પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ ક્વોલિફિકેશન રાઉન્ડ યોજાશે. જે ઓનલાઈન રહેશે. આ ઉપરાંત 29 સપ્ટેમ્બરે સલાડ ડેકોરેશન અને 1 ઓક્ટોબરે ટ્રેડિશનલ રંગોલીન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અગ્રસેન જયંતિ મહોત્સવ 2020ની ઉજવણી નિમિત્તે અન્ય સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...