તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ટ્રેનોમાં એક મિનિટમાં 300 લીટર પાણી ભરવા ‘ક્વિક’

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવી સિસ્ટમને કારણે યાત્રીઓનો સમય બચશે

હવે લાંબા અંતરની ટ્રેનોમાં સુરત રેલવે સ્ટેશને 1 મિનિટમાં 300 લીટર પાણી ભરાઈ જશે.હાલ એક ટ્રેનમાં 300 લીટર પાણી ભરવા માટે 4થી5 મિનિટનો સમય લાગે છે. લાંબા અંતરની ટ્રેનોમાં કેટલીક વાર પાણી પૂરું થઇ જાય છે અને શૌચાલય જવા માંગતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે હવે સુરતથી પસાર થતી ટ્રેનોમાં મુસાફરો કરનારા મુસાફરોને આવી મુશ્કેલી નહીં નડે. રેલવે દ્વારા સુરત રેલવે સ્ટેશને ક્વિક વોટરિંગ સિસ્ટમ વિકસિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશના પ્લેટફોર્મ નં.1 પર કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે જ્યાં ટ્રેનોમાં પાણી ભરવા માટેની સિસ્ટમનું કંટ્રોલિંગ કરવામાં આવશે.

સુરત રેલવે સ્ટેશનેથી રોજ બંને દિશામાં દોઢસો ટ્રેનો આવજા કરે છે. ટ્રેનોમાં પાણી ખાલી થતા સુરત રેલવે સ્ટેશનેથી 200 લીટર પાણી ભરવામાં આવે છે અને રોજ 3થી 4 વાર ટ્રેક અને ટ્રેનની સફાઈ કરવામાં આવે છે. પાઇપલાઇનમાં નોઝલ ન લાગી હોવાને લીધે પાણીનો વ્યય પણ થાય છે. રોજ અનેક લીટર પાણી વહી જાય છે. ટ્રેનોમાં પાણી ભરવાની નવી સિસ્ટમ સંપૂર્ણ રીતે કોમ્પ્યુટરાઇઝડ હશે. ટાંકીમાં પાણી ભરવા માટે બુસ્ટ લગાવવામાં આવશે. બુસ્ટ પમ્પ એક મિનિટમાં 300 લીટર પાણી ભરશે. 6 મિનિટમાં 1800 લીટર પાણીથી ટાંકી ફૂલ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો