તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:કોમર્શિયલ દાવામાં કોર્ટનો ઝડપી ચુકાદો, દોઢ કરોડ ચૂકવવા હુકમ

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રફ ડાયમંડનું પેમેન્ટ નં આપતા કેસ થયો હતો

રૂપિયા દોઢ કરોડના ડાયમંડનું વેચાણ કર્યા બાદ તેનું પેમેન્ટ નહીં આવતા સુરત કોર્ટમાં કરાયેલાં કોમર્શિયલ દાવામાં અત્યંત ઝડપી કહી શકાય એવા બે જ વર્ષના ટૂંકા ગાળામાં હુકમ કરી દેવાયો હતો. જે મુજબ હીરા ખરીદનારાઓને રૂપિયા 1.51 કરોડની કોસ્ટ કે જેમાં વકીલ ફીના પણ 76 હજારનો સમાવેશ થાય છે એ બાબતનો હુકમ કરાયો હતો.

કે.પી.સંઘવી મિડલ ઇસ્ટ દ્વારા વરાછાની લાલજી ઇમ્પેક્સને રૂપિયા 1.51 કરોડનો રફ ડાયમડંનો જથ્થો આપ્યો હતો. જેના રૂપિયા પરત નહીં આવતા લાલજી ઇમ્પેક્સ ઉપરાંત લાલજી ઇમ્પેકસના પાર્ટનર અશોક બચુ બડારૂકિયા, ઘનશ્યામ પાલડિયા, નરેશ પાલડિયા સામે નવા સિવિલ કોર્ટમાં કોમર્શિયલ એક્ટ અંતર્ગત ફરિયાદ કરી હતી. નોંધનીય છે કે કોરોના કાળમાં કરાયેલી ફરિયાદમાં એક વર્ષ જેટલો સમયગાળો તો લોકડાઉનમા જ નિકળી ગયો હતો.

સિવિલ કોર્ટે કોમર્શિયલ એક્ટ હેઠળના પોતાના ચુકાદામાં રૂપિયા 1.51 કરોડ ચૂકવવાનો હુકમ કર્યો છે. જે ભાગીદારોએ સંયુક્ત અથવા વિભક્ત રીતે ચૂકવવાનો રહેશે. ચૂકવણીની આ રકમમાં વ્યાજનો પણ સમાવેશ થાય છે.આ ઉપરાંત સુપ્રિમ કોર્ટના રાહુલ શાહ વર્સિસ જીતેન્દ્ર કુમારના કેસને ટાંકી વાદી ઇચ્છે તો ધરપકડનો વોરંટ ઇશ્યુ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...