સુરતના અમરોલી વિસ્તારમાં વેપારીના ટ્રીપલ મર્ડર મામલામાં પોલીસે ખૂબ જ ઝડપી કામગીરી હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસે એસઆઈટીની રચના કરી હતી. એસઆઈટીની ટીમ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પ્રકરણમાં માત્ર 9 જ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
ટ્રીપલ મર્ડર કેસમાં પોલીસની ઝડપી કામગીરી
સુરતના અમરોલી સ્થિત વેદાંત ટેક્ષો નામની ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના પ્લોટ નં. 8 માં 25 ડીસેમ્બરના રોજ એમ્બ્રોડરી કારખાનેદાર ધનજીભાઈ રણછોડભાઈ ધોળકિયા, તેમના પુત્ર કલ્પેશભાઈ ધોળકિયા અને સબંધી ઘનશ્યામભાઈ વાલજીભાઈ રજોડીયાની બે કારીગરોએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એક સગીર સહિત બે જણા ની ધરપકડ કરી હતી. આ સમગ્ર કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી.ત્યારે સમગ્ર કેસમાં એસઆઈટીની ટીમે ઊંડાણ પૂર્વકની તપાસ કર્યા બાદ ઝડપી કામગીરી હાથ ધરી છે. એસઆઈટીની તપાસમાં મોટો ખુલાસો થયો હતો. ટ્રીપલ મર્ડરની ઘટનાને અંજામ આપનાર આરોપીઓને છુપાવવા તથા પુરાવાઓનો નાશ કરવામાં તથા અન્ય રીતે મદદગારી કરનાર સગીરના પિતા રંકનિધિ ઉર્ફે રાકેશ પાંડવની ડાકુઆની પણ ધરપકડ કરાઈ હતી. આ સમગ્ર મામલામાં પોલીસે ઝડપી ચાર સીટ રજૂ કરવા બાહેધરી આપી હતી. એક જ અઠવાડિયામાં ચાર સીટ રજૂ કરવા વેપારીઓએ માંગ પણ કરી હતી જે અનુસંધાને પોલીસે આજે નવ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી છે.
9 દિવસમાં ચાર્જશીટ રજૂ
ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે આ કેસની સંપૂર્ણ તપાસ માટે સ્પેશીયલ ઇન્વેસટીગેટ ટીમની રચના કરવામાં આવી હતી, અને વેજ્ઞાનિક રીતે બધા જ પુરાવા મળે તે માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. એફએસએલની મદદ લઇ તમામ રીપોર્ટ મેળવવામાં આવ્યા હતા. સીસીટીવીનો જે પુરાવો હતો તેમાં પણ એફએસએલની મદદ લઇ પુરાવા મેળવવામાં આવ્યા હતા.આ પ્રકરણમાં સગીરના પિતાની પણ ૨૯ ડીસેમ્બરના રોજ ધરપકડ કરાઈ હતી. સગીરને ઈજા થતા તેના પિતા સારવાર માટે પોતાની રીક્ષામાં લઇ ગયો હતો આ ઉપરાંત જે છરીનો ઉપયોગ કર્યો હતો તે સંતાડવા અને પુરાવા નાશ કરવામાં મદદ કરી હતી જેથી તેની પણ ધરપકડ કરાઈ હતી આ સમગ્ર કેસમાં ૯ દિવસની અંદર જ ચાર્જશીટ કરી દેવામાં આવી છે. ૧૦૦ જેટલા સાહેદો ચાર્જશીટમાં મુકવામાં આવ્યા છે. અને ૪૫ થી ૫૦ પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.