ગ્રીનફિલ્ડમાં દોડશે બુલેટ ટ્રેન:વક્તાણામાં બુલેટ ટ્રેનના પિલરોની કતાર તૈયાર

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશની પ્રથમ બુલેટ ટ્રેન 2026 સુધીમાં દોડતી કરવાની તૈયારીરૂપે હવે આ પ્રોજેકટનું કામ ઝડપભેર આગળ ધપાવવામાં આવી રહ્યું છે. શહેરને છેવાડે આવેલા વક્તાણામાં પિલરોની કતારો લાગી ગઈ છે. રેલવે રાજ્યમંત્રીએ થોડા દિવસો અગાઉ જ ટ્વીટર પર અંતરોલીમાં તૈયાર થઈ રહેલા સુરત રેલવે સ્ટેશનની તસ્વીરો શેર કરી હતી.

હાલ સુરત ઉપરાંત ભરૂચ અને વાપી સહિતનાં સ્થળોએ કામગીરીએ સ્પીડ પકડી છે અને રાઉન્ડ ધ કલોક કામગીરી થઈ રહી છે. બુલેટ ટ્રેન દોડાવવા માટે પુલ તૈયાર કરવાની કામગીરી હાલ જોરશોરમાં ચાલી રહી છે. વક્તાણામાં આવા સંખ્યા બંધ પિલરો તૈયાર થઈ રહ્યા છે. બુલેટ ટ્રેનનો પહેલો રન સુરત અને બીલીમોરા વચ્ચે થશે. અમદાવાદથી લઈ રાજ્યના છેવાડા સુધીનાં તમામ કામોના કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યા છે. વહેલામાં વહેલી તકે આખો રૂટ તૈયાર કરી બુલેટ ટ્રેન દોડતી કરી દેવાની સરકારની યોજના છે.

કોરોના અને જમીન સંપાદનમાં વિલંબ થતાં પ્રોજેક્ટ લંબાઈ ગયો
સપ્ટેમ્બર 2017માં પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરાયું ત્યાર બાદ આ પ્રોજેક્ટ 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો પરંતુ જમીન સંપાદનમાં વિલંબ અને કોરોનાને પગલે વિલંબ થયો હતો. જોકે હવે કામ ઝડપભેર આગળ વધી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...