• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Questions Regarding The Process Of Approving The Tender Of The Light And EEC Department Of The Municipality In Surat, Allegation Of Benefiting The Concerned.

ગોબાચારીની શંકા:સુરતમાં પાલિકાની લાઈટ અને EEC વિભાગના ટેન્ડર મંજૂર કરવાની પ્રક્રિયાને લઈ પ્રશ્નો, લાગતા-વળગતાને લાભ પહોંચાડવાનો આક્ષેપ

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવા નિયમો ઉભા કરીને નજીકના કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ(ફાઈલ તસવીર) - Divya Bhaskar
નવા નિયમો ઉભા કરીને નજીકના કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ(ફાઈલ તસવીર)
  • નવા કોન્ટ્રાક્ટરોને ટેન્ડર ન મળે તેના માટે અધિકારીઓ દ્વારા નવા નિયમો ઉભા કરાયાના આક્ષેપ
  • ટેન્ડર સહિતની તમામ બાબતો પાલિકાના નીતિ નિયમો મુજબ થઇ છે-કાર્યપાલક એન્જિનિયર

સુરત કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ટેન્ડરો બહાર પાડવામાં આવતા હોય છે. સમયાંતરે ટેન્ડર પ્રક્રિયાની અંદર અધિકારીઓ અને રાજકીય નેતાઓ પોતાના લાગતા વળગતાને લાભ પહોંચાડવા માટે અનેક દાવપેચ અને કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ કરીને કરોડોની રૂપિયાની મલાઇ ખાઇ લેતા હોય છે. લાઇટ અને ઈઈસી વિભાગ દ્વારા ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે 23/9/202ના દિવસે રૂ. 2.10 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં અનેક કોન્ટ્રાકટરો દ્વારા ટેન્ડરમાં ભાગ લેવાયો હતો. પરંતુ નવા કોન્ટ્રાક્ટરોને ટેન્ડર ન મળે તેના માટે અધિકારીઓ દ્વારા નવા નિયમો ઉભા કરીને નજીકના કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે.જો કે, આક્ષેપોનો જવાબ આપતાં કાર્યપાલક એન્જિનિયરે કહ્યું કે, તમામ બાબતો પાલિકાના નીતિ નિયમો મુજબ જ થઈ રહી છે.

રજીસ્ટ્રેશનને લઈને સવાલો
પાલિકાના ટેન્ડર માટેના એક ચોક્કસ નીતિ નિયમો છે, અને તેના આધારે જ તેને મંજૂર કરવાની કામગીરી થાય છે. પરંતુ કેટલાક આશ્ચર્યજનક અને વિવાદાસ્પદ નિર્ણય અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તાજેતરમાં જ લાઇટ અને ઈઈસી વિભાગ દ્વારા રૂ.2.10 કરોડના ટેન્ડર માટે " B CLASS " રજીસ્ટ્રેશન માગવાનું હોય છે. તેના બદલે અધિકારીઓ દ્વારા "D CLASS " રજીસ્ટ્રેશન માંગવામાં આવ્યું છે. જ્યારે પણ ટેન્ડર એક કરોડ કરતાં વધુની રકમનું હોય ત્યારે " B CLASS " રજીસ્ટ્રેશન મંગાવવામાં આવે છે. ઓપરેશન અને મેઇન્ટેનન્સનું ટેન્ડર રૂ. 2.10 કરોડનું હોવા છતાં અધિકારીઓએ નીતિ નિયમોને નેવે મૂક્યાં છે.

અચાનક ફેરફાર કરાયો
ટેન્ડર ભરનાર મુર્તુઝા બાદાનીએ આક્ષેપ કર્યો છે કે, લાઇટ અને ઈઈસી દ્વારા વર્ષ 2002થી જે ક્વોલિફિકેશનના ક્રાઈટેરિયા ચાલવામાં આવે છે. તેમાં અચાનક ફેરફાર કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ટેન્ડર ભર્યા બાદ અમને પ્રિ-બીડ મીટમાં અધિકારીઓ દ્વારા બોલાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ કેટલાક લીટીગેશન ઊભા કરીને અમને બહાર મૂકી દેવામાં આવ્યા હતાં અને જૂના જે કોન્ટ્રાક્ટરો આ ક્રાઈટેરિયામાં બેસતા નથી તેમને લાભ આપી દેવામાં આવ્યો છે. અમને ટેન્ડર ન મળે એની સામે અમને કોઈ વાંધો નથી. પરંતુ, નીતિ-નિયમો એકસરખા કેમ નથી.જે cvc ગાઇડલાઇન વર્ષોથી ચાલી આવી છે. તે પ્રમાણે કામગીરી કરવામાં આવી નહીં. અધિકારીઓ દ્વારા D CLASS રજીસ્ટ્રેશન માંગવાની સાથે જ જુના કોન્ટ્રાક્ટરોને લાભ આપવાની માનસિકતા છતી થઈ છે.

નવા નિયમો ઉભા કરીને નજીકના કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ
નવા નિયમો ઉભા કરીને નજીકના કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ

પ્રક્રિયા મુજબ કામગીરી-પાલિકા
લાઇટ અને ઈઈસી વિભાગના કાર્યપાલક એન્જિનિયર રોહિત પટેલે જણાવ્યું કે, તમામ બાબતો નીતી નિયમો મુજબ થઇ છે. કોર્પોરેશનમાં CVCનો અચૂક રીતે પાલન કરવા માટેનો ઠરાવ પણ પસાર થયો છે. કોઈ નિયમને તાત્કાલિક રીતે બદલવામાં આવ્યા નથી. ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં અને તેને મંજૂર કરવા માટેની જે પણ પ્રક્રિયા હોય છે. તે નિયમબદ્ધ રીતે અમારા દ્વારા કરવામાં આવી છે.

પાલિકાની કામગીરી અને ટેન્ડર પર સવાલો ઉઠ્યાં છે.
પાલિકાની કામગીરી અને ટેન્ડર પર સવાલો ઉઠ્યાં છે.

ટેન્ડર પ્રક્રિયાને લઈને ઉભા થયેલા સવાલો

  • ટેન્ડરની રકમ મોટી હોવા છતાં પણ " D CLASS " રજીસ્ટ્રેશન કે મંગાવવામાં આવ્યા?
  • 2002થી અત્યાર સુધી જેટલા પણ ટેન્ડરો મંગાવવામાં આવતા હતાં, તે તમામ CVC કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી?
  • SMCના ડ્રેનેજ વિભાગમાં હાલ મેન્ટેનન્સ માટેના જે ક્વોલિફિકેશન ક્રાઈટેરિયા છે. તેના કરતાં લાઈટ અને ઈઈસી વિભાગના એકાએક કેમ જુદા થઈ ગયા?
  • અધિકારીઓને ટેન્ડર પ્રક્રિયા દરમિયાન નહીં પરંતુ ત્યારબાદ બધા નિયમો પ્રિ-બીડ મીટમાં કેમ યાદ આવ્યા?