DFC પ્રોજેક્ટ સામે સવાલ:સંસદમાં રજૂ કરાયેલા સ્થાયી સમિતિના રિપોર્ટમાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સામે સવાલ

સુરતએક મહિનો પહેલાલેખક: લવકુશ મિશ્રા
  • કૉપી લિંક
  • DFC જોખમી, સંસદીય સમિતિના નિષ્કર્ષથી રૂ.81 હજાર કરોડ દાવ પર
  • DFC ટ્રેક પર દુર્ઘટના સર્જાય તો નજીકથી પસાર થતી પેસેન્જર ટ્રેનને પણ જોખમ રહે
  • પેસેન્જર ટ્રેકને સમાંતર જતો 80% ફ્રેટ કોરિડોર પેસેન્જર સેફ્ટી માટે જોખમી

રાજ્યસભાની પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ અંગેની સ્થાયી સમિતિએ 81 હજાર કરોડ રૂ.થી વધુ ખર્ચે બની રહેલા ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (ડીએફસી) પ્રોજેક્ટ સામે સવાલ ઊભા કર્યા છે. સમિતિએ ચિંતા વ્યક્ત કરી છે કે ડીએફસી બન્યા બાદ કોઇ ગુડ્સ ટ્રેનનો અકસ્માત થાય તો તેનાથી પેસેન્જર ટ્રેનના મુસાફરોને પણ જીવનું જોખમ છે, કેમ કે ફ્રેટ કોરિડોરનો 80% હિસ્સો પેસેન્જર રેલવે ટ્રેકને સમાંતર જાય છે.

સમિતિનું સૂચન છે કે ચીફ કમિશનર ઓફ રેલવે સેફ્ટી (સીસીઆરએસ) અને કમિશન ઓફ રેલવે સેફ્ટી (સીઆરએસ)ની મંજૂરી પછી જ ડીએફસી પર ટ્રેનોનું પરિવહન શરૂ કરવામાં આવે. 15 જૂને સંસદમાં રજૂ કરાયેલા સમિતિના રિપોર્ટમાં ઘણા ગંભીર સવાલ ઉઠાવાયા છે. સમિતિએ કહ્યું કે દેશમાં પેસેન્જર ટ્રેનો માટે નિયમ-કાયદા છે પણ ડીએફસી અને ગુડ્સ ટ્રેનો માટે કોઇ પ્રકારના નિયમ/રેગ્યુલેશન નથી. તાજેતરમાં ડીએફસીમાં 3 અકસ્માત થયા, જેમાં ધારણાથી વધુ નુકસાન થયું. 2 કરોડ રૂ.નું નુકસાન થયું પણ તે સંદર્ભે સીઆરએસને કોઇ જવાબ ન અપાયો, કોઇ પગલાં પણ ન લેવાયાં.

ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર

  • ​​​​​​​81 હજાર કરોડ રૂ. કુલ ખર્ચ.
  • 2005માં પ્રોજેક્ટ શરૂ થયો.
  • 2023 સુધીમ પૂરો થવાનો છે.
  • 1839 કિ.મી. લાંબો છે ઇસ્ટર્ન
  • DFC.1504 કિ.મી. લાંબો છે વેસ્ટર્ન DFC.

CCRS અને CRSની ઉપેક્ષા અંગે ચિંતા વ્યક્ત કરાઇ
સમિતિએ કહ્યું કે સીઆરએસને માત્ર 8-10% ટ્રેન દુર્ઘટનાઓની તપાસ સોંપાય છે. રેલવે બોર્ડ અને મંત્રાલય પોતાના સ્તરે તપાસ કરે છે. સીઆરએસને તપાસ અહેવાલ પણ નથી અપાતો.

ડીએફસી-ગુડ્સ ટ્રેનો અંગે કોઇ રુલ્સ-રેગ્યુલેશન્સ નથી
સમિતિએ રિપોર્ટમાં જણાવ્યું છે કે ડીએફસી અને ગુડ્સ ટ્રેનો માટે કોઇ નિર્ધારિત રુલ્સ-રેગ્યુલેશન્સ નથી. અકસ્માતો અંગે સીઆરએસને જાણ ન કરાઇ.

ડીએફસીને સીઆરએસને આધીન લાવવામાં આવે
સમિતિની ભલામણ છે કે ડીએફસી સંચાલનની તથા અકસ્માતોની તપાસની જવાબદારી સીઆરએસને સોંપવી જોઇએ. ડીએફસીને સીઆરએસને આધીન લાવવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...