પાલિકા કમિશનરનું બ્રિફિંગ:કોઈપણ સોસાયટીમાંથી કેસ મળશે તો 28 દિવસ ક્વોરન્ટીન, 65 વર્ષીય વૃદ્ધ ઓકિસજન પર રહ્યા બાદ સાજા થયા

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુરુવારે કોરોનાને લઇ શહેરની શું સ્થિતિ રહી તે પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવી છે. વાંચો તેમના જ શબ્દોમાં. સુરતમાં હવે કોઈપણ સોસાયટી કે એપાર્ટમેન્ટમાંથી કેસ મળશે તો તેને 28 દિવસ માટે કોરોન્ટાઈન કરવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ 65 વ્યક્તિઓના મરણ થયાં છે. 4.6 ટકા કેસ ફેટાલિટી (ડેથ રેટ) રેટ છે, મરણનું એનાલિસીસ જોઈએ તો કુલ મરણ પૈકી જે 50 ટકા કેસો છે દાખલા તરીકે 65 કુલ મરણમાંથી 50 જણાના એટલે 77 ટકાના કેસો એવા છે જે વ્યક્તિઓની ઉંમર 50 વર્ષ કે તેથી વધુ છે અને તેમાં 65 માંથી 40 વ્યક્તિ એવા છે જેમાંથી 80 ટકાને કોમોર્બિડ કંન્ડીશન હોય છે અગાઉથી અન્ય બિમારીઓમાં હતાં.

50 વર્ષથી ઓછી વયની વ્યક્તિમાં 15 વ્યકિતઓનું મૃત્યુ થયું છે તેમાં 76 ટકા વ્યક્તિો એવા છે જેઓ કોમોર્બિડ કન્ડીશનના છે. તેથી કોમોર્બિડ કન્ડીશનના લોકોએ ખુબ કાળજી લેવી પડે, ઘણાં બધા એવા વિસ્તારો છે જ્યાં વડીલો બહાર નિકળતાં જોવા મળે છે તમામને વિનંતી છે કે, આપને કોમોર્બિડ કન્ડીશન હોય તો આપના સોસાયટી હોય કે આપના પરિવાર હોય તો તેમાંથી કોઈને કામ માટે બહાર મોકલી શકાય, એજેડ અને કોમોર્બિડ કન્ડીશનનની વ્યક્તિએ ઘરમાંથી બહાર નીકળવું જોઈએ નહી.

65 વર્ષિય ધનરાજ નામદેવ પાટીલ ગોડાદરાના રહેવાસી છે તેઓ પેરેલાઈઝ્ડ હતાં તેમને બે અઠવાડિયા સુધી વેન્ટીલેશન પર રાખવામાં આવ્યાં હતાં. અને પછી સારું થયું ત્યાર બાદ ઓક્સિજન પર રાખવામાં આવ્યાં હતાં. ડોક્ટરોની મહેનતને લીધે તેઓ આજે સાજા થઈ શક્યાં છે. હકારાત્મક પ્રેરણા આપે છે. સુરતમાં કોરોનામાંથી સાજા થવાનો રેસિયો લગભગ 70 ટકા સુધી પહોંચ્યો છે .

અન્ય સમાચારો પણ છે...