ચીટિંગ કેસ:ચીટિંગ કેસમાં પીવીએસ શર્માએ જામીન માગ્યા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રૂપિયા 2.82 કરોડની ચિટિંગના કેસમાં સંડોવાયેલાં શહેર ભાજપના ભૂતપૂર્વ શહેર ઉપ પ્રમુખ અને પૂર્વ આઇટી અધિકારીએ જામીન માટે અરજી કરી છે. જેની સુનાવણી આગામી દિવસોમાં થનાર છે. ફરિયાદ મુજબ, આરોપીએ પોતાના ન્યૂઝપેપરના સકર્યુલેશનના આંકડા ખોટા બતાવીને એડવર્ટાઇઝનો ફાયદો લીધો હતો.

આ કેસમાં પીવીએસ સહિત કુલ ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. પીવીએસ શર્માએ એડવોકેટ કલ્પેશ દેસાઈ મારફત જામીન અરજી કરી છે. આ બહુચર્ચિત કેસની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાનાર હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...