તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીગલ:બોગસ ખરીદીમાં PVS શર્મા તા. 2જી સુધી EDની કસ્ટડીમાં

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીને અમદાવાદ ખાતે ઇડીની સ્પે. કોર્ટમાં રજૂ કરાયો

સર્ક્યુલેશનના ખોટા આંકડા ઊભા કરીને એડવર્ટાઇઝના ગેરલાભ લેનારા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને આઇટીના ભૂતપૂર્વ અધિકારી પીવીએસ શર્મા પર હવે આઇટી બાદ ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ) દ્વારા પણ સકંજો કસવામાં આવ્યો છે. આરોપીની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી અટક કરીને ઇડીએ અમદાવાદ સ્થિત ઇડીની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં કોર્ટે બીજી ડિસેમ્બર સુધીની કસ્ટડી સોંપતો ઓર્ડર કર્યો હતો.

ઇડીના સૂત્રોએ કહ્યું કે, આરોપી સામે ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલાં છેતરપિંડીના ગુનાની તપાસ આગળ વધારતા પીવ્રેન્સ ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. આરોપીએ સંકેત મીડિયાના ઓથા હેઠળ અંગ્રેજી અને ગુજરાતી ન્યૂઝ પેપર કાઢવામાં આવે છે. જેની કોપી અનુક્રમે 23500 અને 6300 બતાવવામાં આવી હતી. જોકે, તે અનુક્રમે 300થી 600 અને 0થી 290 સુધીની જ હતી. જાહેરાત મેળવવા માટે આ રીતે સર્ક્યુલેશનના ખેલ કરવામાં આવ્યા હતા. સરકાર અને પ્રાઇવેટ એડવર્ટાઇઝ કંપનીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અને તેના આધારે રૂપિયા 2.70 કરોડનો લાભ લેવાયો હતો.ન્યૂઝ પેપરની ઓફિસના મટીરિયલ્સની ખરીદી માટે બોગસ કંપનીઓ અને બોગસ બિલોનો ઉપયોગ કરાયો હતો.

બોગસ બિલિંગમાં પણ ઇડી એન્ટ્રી મારશે
શહેરમાં બહુ ગાજેલા બોગસ બિલિંગ કેસમાં પણ ઇડી એન્ટ્રી મારી શકે છે. કેટલાંક કેસમાં અધિકારીઓએ તપાસ શરૂ પણ કરી દીધી છે. સીજીએસટીમાં તાજેતરમાં જ બિલિંગના કોઠા કબાડાના લીધે અધિકારીઓની બદલીઓ પણ થઈ છે. ઉપરાંત ખાતાકીય તપાસ પણ શરૂ કરી દેવાઈ છે. પીવીએસ શર્મા સામેની ઇડીની તપાસથી એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે, શું ચિટિંગના અન્ય કેસોમાં પણ ઇડી હવે તપાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...