નેશનલ ગેમ્સ:સુરતમાં બેડમિન્ટન સ્પર્ધાનો પી.વી સિંધુએ પ્રારંભ કરાવ્યો, પ્રથમ વાર મિક્સ ટીમ ઇવેન્ટમાં ગુજરાતનો મેડલ નિશ્ચિત

સુરત2 મહિનો પહેલા
ખેલાડીઓ દ્વારા કોર્ટ પર આક્રમક પ્રદર્શન કરતા ઉત્તરાખંડની ટીમને હરાવી.

36માં નેશનલ ગેમ્સનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે સુરતમાં આજે બેડમિન્ટન સ્પર્ધાનો શુભારંભ પીવી સિંધુ દ્વારા કરાવવામાં આવ્યો હતો. જેમાં તેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા બાદ આજે મિક્સ ટીમ ઇવેન્ટ યોજાય હતી. જેમાં ગુજરાતે નેશનલ ગેમ્સના ઇતિહાસમાં પ્રથમ વાર મેડલ નિશ્ચિત કર્યો છે. જેથી ગુજરાત ટીમ સહિત એસોસિએશનએ પણ ખુશી અને ગર્વની લાગણી વ્યક્ત કરી છે.

મિક્સ ટીમ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન
ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી બેડમિન્ટનની સ્પર્ધામાં ગુજરાતનું શાનદાર પરફોર્મન્સ રહ્યું છે. તસ્લીમ ઇજાગ્રસ્ત હોવા છતાં અન્ય ખેલાડીઓ દ્વારા અલગ અલગ ઇવેન્ટમાં શાનદાર પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. ખેલાડીઓ દ્વારા કોર્ટ પર આક્રમક પ્રદર્શન કરતા ઉત્તરાખંડની ટીમને હરાવી હતી. ઉતરાખંડની ટીમ મજબૂત હોવા છતાં ગુજરાતના ખેલાડીઓએ અપસેટ સર્જવામાં સફળતા મેળવી હતી.

બેડમિન્ટનની સ્પર્ધામાં ગુજરાતનું શાનદાર પરફોર્મન્સ
બેડમિન્ટનની સ્પર્ધામાં ગુજરાતનું શાનદાર પરફોર્મન્સ

પ્રથમ વાર મેડલ નિશ્ચિત થતા ખુશી
ગુજરાત બેડમિન્ટન ટીમના મેનેજર મોનેશ મશરૂવાલા એ જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સમાં ગુજરાતને બેડમિન્ટનમાં પ્રથમવાર મેડલની સ્થિત થયો છે. જેથી અમે ખૂબ ખુશ છીએ રાજ્યમાં આવે બેડમિન્ટનનું સ્થળ ઊંચું આવી રહ્યું છે., જે આ દર્શાવે છે. અમે હજુ પણ વધુ સારું પર્ફોર્મન્સ કરવાની આશા રાખીએ છીએ. સુરતમાં ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. લોકો ચીયર્સ કરે છે. નારાઓ લગાવે છે. જેથી ખેલાડીઓનું મનોબળ મજબૂત બને છે.

બેડમિન્ટન ટીમના મેનેજર મોનેશ મશરુવાલા
બેડમિન્ટન ટીમના મેનેજર મોનેશ મશરુવાલા

કેરળ સામે સેમિફાઇનલ યોજાશે
​​​​​​​ગુજરાત ટીમના હેડ કોચ અમરીશ સિંદેએ જણાવ્યું હતું કે, બે સપ્તાહથી તૈયારીઓ ચાલુ હતી. ઉતરાખંડની ટીમ સામે આવતા છેલ્લી ઘડીએ સ્ટ્રેટેજી બદલવામાં આવી હતી. અમુક ખેલાડી હારવા છતાં પણ ખેલાડીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું. જેથી આપણે મેડલ નિશ્ચિત કરી શક્યા છીએ. આવતીકાલે કેરળ સામે સેમિફાઇનલ મેચ છે. જેમાં પણ અપસેટ સર્જવાની આશા છે.

અન્ય સમાચારો પણ છે...