કાર્યવાહી:ગુગલ પર કુરિયર કંપનીનો બોગસ નંબર મુકી 744 લોકોના રૂ.1.50 કરોડ ઉસેટ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સુરતની એક ઠગાઈની તપાસમાં સાઈબર સેલે 20 રાજ્યોના ગુના ઉકેલ્યા
  • સાયબર​​​​​​​ સેલે ઝારખંડના જામતારામાંથી 7ની ધરપકડ કરી

અલગ અલગ કુરિયર કંપનીના બોગસ કસ્ટમર કેર નંબર ગુગલ પર મુકીને લોકોને છેતરતી આંતરરાજ્ય ગેંગના 7 લોકોને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝારખંડના જામતારાથી ઝડપી પાડવામાં આવ્યા હતા.પુછપરછમાં દેશના 744 લોકો પાસેથી દોઢ કરોડ રૂપિયા પડાવ્યા હોવાનો ખુલાસો થયો હતો.આ ટોળકીએ સૌથી વધુ ઉત્તરપ્રદેશના 106, ગુજરાતના 27,રાજસ્થાનના18 સહિત વિવિધ રાજ્યોના 744 લોકો સાથે છેતરપિંડી આચરી હતી. સેવિંગ એકાઉન્ટની 17 કિટ કબજે લેવાઇ હતી.

ન્યુ સિટીલાઈટ રોડના શિવાલિંક એપાર્ટમેન્ટમાં રહેતા 30 વર્ષીય સુમન પટેલે પત્નીનું પાનકાર્ડ વેલેક્ષ કુરિયર કંપની મારફતે મંગાવ્યું હતું.પાનકાર્ડ નહીં આવતા ગુગલ પર કંપનીનો કસ્ટમર કેર નંબર શોધી ફોન કર્યો હતો. સામેવાળી વ્યક્તિએ સુમન પટેલને એક લીંક મોકલી હતી.લીંક ઓપન કરતાની સાથે જ સુમન પટેલના 1.63 લાખ રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા હતા.સુરત સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ થતા જ પોલીસ સક્રિય થઇ ગઈ હતી અને ઠગાઇની આખી ચેઇન સુધી પહોંચી ગઈ હતી. પોલીસે 7 લોકોની ધરપકડ કરી હતી.

નંબરો ગુગલ પરથી હટાવવા કાર્યવાહી શરુ, બેન્ક એકાઉન્ટ સીઝ કરાશે
ગુગલ પર જે કસ્ટમર કેર નંબર મુકી છેતરપિંડી કરતી હતી તે મોબાઇલ નંબરને બ્લોક કરવા માટે કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. અલગ અલગ કુરિયર કંપનીના મોબાઇલ નંબરો લઇ તે અંગેનો એક રિપોર્ટ તૈયાર કરી ગુગલમાં મોકલવામાં આવ્યો છે.ફ્રોડ ટોળકીના સૂત્રધારે સુરતમાં રહેતા કૌશિક બાબુભાઇ નિમાવત અને તેની પત્ની શિલ્પાનો સંપર્ક કર્યો હતો. કૌશિક અને શિલ્પાના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ટોળકી જે કોઇ વ્યક્તિને પોતાની ઠગાઇનો શિકાર બનાવતી તેના રૂપિયા સીધા જ કૌશિક અને શિલ્પાના ખાતામાં જમા થતા હતા. પોલીસે આ બેંક એકાઉન્ટ પણ સીઝ કરશે.

છેતરપિંડીમાં સુરતના આરોપીઓ પણ સામેલ

મોબાઈલ પર આવેલી લિંકને આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઈ
સાયબર ક્રાઇમ પોલીસે સુમનને જે મોબાઇલ નંબરથી લીંક આવી હતી તેના તેમજ રૂપિયા જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા તેની આઇડીના આધારે તપાસ કરતાં એક કોમન મોબાઇલ નંબર મળ્યો અને એક કોમન એકાઉન્ટ નંબર મળ્યો હતો. આ તમામ મોબાઇલ નંબર ઝારખંડના જામતારાથી ઓપરેટ થતા હતા અને કુરિયર કંપનીના નામે જ અન્ય રાજ્યના લોકો પણ ભોગ બન્યાની માહિતી સામે આવતા સાયબર ક્રાઇમની ટીમે જામતારાથી સિરાઝ અંસારીને પકડી પાડ્યો હતો તેની પુછપરછ બાદ પોલીસે નાઝીર અંસારી (જામતારા, ઝારખંડ), આરીફ કરમુલમીંયા અંસારી, હેંમતકુમાર સંપતીરામ જગેશ્વર, અરવિંદ મનજીભાઇ જમોડ (સુરત, મુળ ભાવનગર), અજય પરસોત્તમભાઇ મકવાણા ( સુરત, મુળ ભાવનગર) અને કૌશિક બાબુભાઇ નિમાવત અને તેની પત્ની શિલ્પા (સુરત, મુળ સુરેન્દ્રનગર)ને પકડી પાડ્યા હતા.

ગુજરાતમાં 27 લોકો ટોળકીનો શિકાર બન્યા
ફ્રોડ ટોળકીએ યુપીના 106 લોકો,ગુજરાતના 27 લોકો, રાજસ્થાનના 18, મહારાષ્ટ્રના 14, દિલ્હીના 20, આંધ્રપ્રદેશના 2, બિહારના 4, ચંદીગઢના 3, છત્તીસગઢના 4, હરિયાણાના 4, મધ્યપ્રદેશના 2, ઓડિસ્સાના 4, પંજાબના 7, તમીલનાડુના 8, ઉત્તરાખંડના 5, પશ્ચિમબંગાળના 3, હિમાચલ પ્રદેશના 1, કેરેલાના 1, કર્ણાટકના 1 અને અન્ય 12 લોકોને છેતર્યા છે.

કસ્ટમર કેરમાં પોતાનો નંબર મૂકી દેતા હતા
ફ્રોડમાં સંકળાયેલા આરોપીઓની પૂછપરછમાં આવી જ અન્ય ચાર મોડસ ઓપરેન્ડરી જાણવા મળી હતી.જેમાં બેંકના કસ્ટરમર કેરમાં પોતાના નંબરો મુકી દઇને ફ્રોડ કરતા હતા. વોલેટ એપ્લીકેશનમાં પણ કસ્ટમર કેરના નામે પોતાનો જ મોબાઇલ નંબર મુકતા હતા.સ્ક્રીન શેરીંગ એપ્લીકેશન અને કેબીસીના નામે પણ ઠગાઇ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...