તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની નિષ્ફળતા:સુરતમાં ડોક્ટરો ટોસિલિઝુમેબ ઈન્જેક્શન લખી આપતાં હોવાથી દર્દીઓના સગાને ધક્કા ખાવા પડે છે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર માટે ઈન્જેક્શન લખી અપાઈ છે

કોરોનામાં રામબાણ ઈલાજ સાબિત થયેલા ટોસિલિઝુમેબ ઈન્જેક્શન શોધવામાં દર્દીઓના સગાઓની હાલત કફોડી બની છે. શહેરની સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ, યુનિક, નિર્મલ, અપોલો, યુનાઇટેડ ગ્રીન, આશુતોષ, મિશન, મૈત્રી સહિતની હોસ્પિટલમાં વેન્ટીલેટર પર સારવાર લઈ રહેલા તથા ગંભીર દર્દીઓને ટોસિલિઝુમેબ ઈન્જેકશન પ્રિસ્કિપ્શનમાં લખી આપવામાં આવી રહ્યા છે. પરંતુ તંત્ર ઇન્જેકશનનો પૂરતાે સ્ટોકની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ નિવડતા દર્દી તો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે સાથે દર્દીઓના સગા સાથે ડોકટરોની પણ ચિંતા વધી છે. બ્લેકમાં 1 લાખથી 1.50 લાખનો ભાવ છતાં ઈન્જેકશન મળી રહ્યા નથી. આ મામલે આરોગ્ય મંત્રી કુમાર કાનાણી, પાલિકા કમિશનર બંછાનિધિ પાની અને કલેકટર ડો. ધવલ પટેલને ફોન કરવા છતાં તેમણે ફોન ઉપાડ્યા ન હતા.

ઈન્જે. ન મળતા દર્દીની હાલત ગંભીર
આશુતોષ હોસ્પિ.માં દર્દીને ફેફસામાં 80 ટકા વાયરસની અસર હોય તબીબે ટોસિલિઝુમેબ ઇન્જેકશન લખી આપ્યું હતું. પરંતુ આજે 4 દિવસ બાદ પણ ઇન્જેકશન મળ્યું નથી.

ઈન્જેકશન ક્યારે આવશે તેની ખબર નથી
શહેરમાં ટોસિલીઝુમેબ ઇન્જેકશનના ડિસ્ટ્રીબ્યુટર શ્રી ધનલક્ષ્મી એન્ટરપ્રાઇઝ, સીયુબી ફાર્મસી પ્લસ, બાબલા કેમિસ્ટ એન્ડ પ્રોવિઝન સ્ટોરનો સંપર્ક કરતા તેઓએ કહ્યું કે,ઇન્જેકશનનો સ્ટોક છે જ નહિં. એટલું જ નહીં ક્યારે સ્ટોક આવશે તે અંગે પણ અમે કન્ફર્મ કહી શકીએ એમ નથી.

ઓક્સિ. લેવલ ઓછું થઈ જાય ત્યારે જરૂરી
જે દર્દીનું ઓક્સિજન લેવલ એકદમથી ઓછું અથવા ઉતર-ચઢ થાય તો આ ઈન્જેકશનની ખૂબ જ જરૂર હોય છે. કદાચ મળી જાય તો ઉપયોગી બની શકે એટલે લખી આપવામાં આવે છે.> ડો. દિપક વિરડિયા, યુનિક હોસ્પિ.

અન્ય સમાચારો પણ છે...