ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરત તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે સ્પેશિયલ વ્હીકલ પરપઝ SPV તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના કરાશે. રૂ. 10 કરોડની ઓથોરાઇઝડ્ કેપિટલ સાથે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ SPV શરૂ કરવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
તાપી રિવરફ્રન્ટ એન્ડ રિજુવેનેશન પ્રોજેક્ટ અન્વયે સાકાર થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરમાં આકાર પામી રહેલા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે એક સ્પેશિયલ પરપઝ વ્હીકલ તરીકે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચના કરવાનો નિર્ણય કર્યો છે સુરતમાં સિટી બ્યૂટીફિકેશન સહિતના નવતર આયામો આ તાપી રિવરફ્રન્ટ એન્ડ રિજુવેનેશન પ્રોજેક્ટ અન્વયે સાકાર થવાના છે.
SPVમાં સુડાના પ્રતિનિધિ ડિરેકટર તરીકે સુડાના સી.ઇ.ઓને રખાશે
સીએમ ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રૂ. 10 કરોડની ઓથોરાઇઝડ્ કેપિટલ સાથે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ SPV શરૂ કરવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ SPVના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ ચેરમેન તરીકે સુરતના મ્યુનિસિપલ કમિશનરને રાખવાનો નિર્ણય પણ કર્યો છે. એટલું જ નહીં આ SPVમાં નિયુક્ત કરવાના થતા 9 શેર હોલ્ડર્સમાંથી ત્રણ અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા નામાંક્તિ કરી નિયુક્ત કરવાની પણ અનુમતિ આપી છે. આ SPVમાં સુડાના પ્રતિનિધિ ડિરેકટર તરીકે સુડાના સી.ઇ.ઓને રાખવામાં આવશે.
5 કરોડ રાજ્ય સરકારના અને રૂ. 5 કરોડ સુરત મહાનગરપાલિકા દ્વારા અપાશે
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ SPV માટેની કુલ રૂ. 10 કરોડની પેઇડ અપ કેપિટલમાં રૂ. 5 કરોડ રાજ્ય સરકારના અને રૂ. 5 કરોડ સુરત મહાનગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવે તેમજ આ હેતુ માટે આગામી વર્ષના બજેટમાં રૂ. 5 કરોડની જોગવાઇ કરવામાં આવે તેવા દિશાનિર્દેશો પણ આપ્યા છે. અત્રેએ નિર્દેશ કરવો જરૂરી છે કે, આ તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના રૂ. 1991 કરોડના ફેઇઝ-1ના કામો માટે વર્લ્ડ બેન્ક પાસેથી પ્રોજેક્ટ કોસ્ટના 70 ટકા પ્રમાણે લોન મેળવવાની દરખાસ્તને ભારત સરકારે મંજૂરી આપેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.