ચૂંટણી:પૂર્ણેશ મોદી, હર્ષ સંઘવી- સંગીતા પાટીલની ત્રીજી ટર્મ માટે પસંદગી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • યુવામાં માત્ર હર્ષસંઘવી-સંગીતા પાટીલ બાકી 50 પ્લસ

આપ, કોંગ્રેસ બાદ ભાજપે ઉમેદવારો જાહેર કરતાં હવે વિધાન સભા ચૂંટણીનો માહોલ જામવા માંડ્યો છે. ગત સુરત કોર્પોરેશન ચૂંટણીમાં મિની સૌરાષ્ટ્ર ગણાંતા વરાછા-કતારગામમાંથી આપ ના 27 કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યાં અગાઉ તે મોટે ભાગની બેઠકો પર કોંગ્રેસ હતી. ગત વિધાનસભાની સુરતની 12 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. સુરતને ગઢ માનતી ભાજપ અગાઉ પોતાના ઉમેદવારો માટે નો રિપિટેશન ફોર્મૂલા અપનાવતી હતી. આ વખતે ઉમેદવારો બદલાશે તેવી પ્રબળ શક્યતા વચ્ચે પરિસ્થિતિ બદલાતી જોતાં ‘રિપિટેશન ફોર્મૂલા’ અપનાવવી પડી છે. રિપિટેશન ફોર્મુલા પાછળ આપ જવાબદાર છે.

આપ પક્ષ ના વધતાં જોર ને જોતાં ભાજપ દ્વારા બહુધા પાટિદારોના વિસ્તારો ધરાવતી બેઠક જેવી કે, કામરેજ તેમજ ઉધના માંથી વી.ડી.ઝાલાવાડિયા અને વિવેક પટેલ ને પડતાં મુક્યાં છે. ઉધના બેઠકમાં એવું પણ કહેવાય રહ્યું છે કે, નિતિન પટેલ નું ફેક્ટર પણ કારણભૂત છે. તો કામરેજ બેઠક માં વી.ડી.ઝાલાવાડિયા ને તેમના વિવાદો નડી ગયાં છે.ચોર્યાસીની બેઠક નું કોકડું ગુંચવાય ગયું છે ઝંખના પટેલ ને રિપિટ ફોર્મુલા માં હજી ટિકિટ મળી નથી તેથી મહિલા અનામતની વાત કરતી ભાજપ ની સુરત ની 12 બેઠકોમાં તો હાલ એકમાત્ર મહિલા ઉમેદવાર જ રહી છે.

દિનેશ નાવડિયાનું નામ ચર્ચાતુ રહ્યું
મરાઠી, ઉત્તર ભારતીય સહિતના પરપ્રાંતિય વિસ્તાર લિંબાયત માટે સંગીતા પાટિલની ત્રીજી ટર્મ છે, સુરત પશ્ચિમ બેઠક માટે મંત્રી પૂર્ણેશ મોદીની ત્રીજી ટર્મ માટે પસંદગી કરાઇ, જ્યારે વરાછા બેઠકમાં દિનેશ નાવડિયા નું નામ ચાલતું હતું તો ખુદ પૂર્વ મંત્રી કુમાર કાનાણી પણ આ વખતે ટિકીટ મળશે કે કેમ? તેવા અસમંજસમાં હતાં ત્યારે તેમને પણ હાલરી-ગોલારી ફેક્ટર અને અનુભવ ને પગલે ત્રીજી વખત પસંદ કરાયા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પણ ત્રીજી ટર્મ માટે પસંદગી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...