ચૂંટણીની ત્યારી:જહાંગીરપુરાથી પૂર્ણેશ મોદીએ મહાયાત્રા કાઢી; દર્શના જરદોશ, મેયર બોઘાવાળા યાત્રામાં જોડાયા

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચાલુ વર્ષમાં યોજનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપના નેતાઓ દ્વારા યાત્રા અને સભાઓ શરૂ કરી દેવામાં આવી છે.

વરાછાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણી દ્વારા જન સંપર્ક યાત્રા અને સભા યોજવામાં આવી હતી જયારે આજે સુરત પશ્ચિમના ધારાસભ્ય અને સરકારના મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા જહાંગીરપુરાથી મહા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં રવિવારે યાત્રા નીકળી હતી. કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ અને મેયર હેમાલી બોઘાવાળા પણ યાત્રામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...