ક્રાઇમ:પુણાની પેઢી સાથે પંજાબના વેપારીની 4 લાખની ઠગાઇ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુણા પોલીસથી મળતી માહિતી અનુસાર સારોલીમાં ડીએમડી લોજીસ્ટીક પાર્ક ખાતે રસિક વાટિકા સિલ્ક મિલ્સ પ્રા.લી. નામે કાપડની પેઢી છે. પેઢીમાં શત્રુઘ્ન ઓમપ્રકાશ બંકા મેનેજર છે. ફેબ્રુઆરી 2018માં અમૃતસરના દલાલ આર.કે.ટંડનના માધ્યમથી ત્યાંના જીતેન્દ્રપાલ સિંગને ઉધારમાં 4 લાખ રૂપિયાનો ડ્રેસ મટિરિયલ્સ વેચ્યું હતું . જીતેન્દ્રપાલ સિંગ અને દલાલ આર.કે.ટંડને રૂપિયા ન ચૂકવી ફોન પણ બંધ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...