બોગસ બિલિંગ કેસ:પુણાના વેપારીનું 40 લાખનું સ્કેન્ડલ, 5 લાખની રિકવરી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર બોગસ બિલિંગના કેસમાં અડાજણમાં તપાસ, એડ્રેસ બોગસ

બોગસ બિલિંગ સામેના કેસમાં જીએસટીએ પુણા કુંભારિયાના એક વેપારીને ત્યાં તપાસ કરી 40 લાખનું ટર્નઓવર શોધી 5 લાખની ટેક્સ રિકવરી કાઢી હતી. આ સાથે જ વેપારીનો નંબર પણ રદ કર્યો હતો. દરમિયાન ભાગનગરમાં સામે આવેલાં એક હજાર કરોડના બોગસ બિલિંગ સ્કેન્ડલમાં અધિકારીઓએ અડાજણ પાટિયા ખાતે તપાસ કરી હતી જો કે, એડ્રેસ બોગસ નિકળ્યુ હતું. ધોરાજી તરફના એક વેપારીની તલાશ અધિકારીઓ કરી રહ્યા છે. આવનારા સમયમાં જીએસટી વિભાગ દરોડા પાડે એવી શક્યતા છે.

મહિના પહેલાં જ નંબર લીધો હતો
અધિકારીઓએ કહ્યું કે, એક મહિના પહેલાં જ સંદિપ નામના વેપારીએ નંબર લીધો હતો અને કોઈપણ જાતનો ફિઝિકલ માલનું ટ્રાન્સફર કર્યા વગર જ સીધો બોગસ બિલિંગનો ધંધો શરૂ કર્યો હતો. ઓનલાઇન મોનિટરિંગમાં આ સ્કેન્ડલ પકડાયુ હતું. આ વેપારીએ જે અન્યો વેપારી સાથે ટ્રાન્ઝેકશન બતાવ્યા છે તે તમામની પણ પુછપરછ કરાશે. અમદાવાદના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે ભાવનગરમાં ઝડપાયેલાં રૂા.1 હજાર કરોડના કેસમાં સુરતના ત્રણ વેપારીઓની સંડોવણી જણાતા અડાજણ પાટિયા અને કોટ વિસ્તારમાં 3 જગ્યાએ તપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...